રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુધ્ધ વચ્ચે મોસ્કોના તામ્બોવ નામના વિસ્તારમાં આવેલા રશિયન સેનાના દારૂગોળાના કારખાનામાં થયેલા વિસ્ફોટમાં ચાર ક્રમચારીઓના મોત થયા છે અને બાર લોકો ઘાયલ થયા છે.
સ્થાનિક સત્તાધીશોએ જોકે આ હુમલો આતંકી હોવાનો ઈનકાર કર્યો છે. કારખાનામાં સુરક્ષાના નિયમોમાં કોઈ ચૂક થઈ છે કે કેમ તેની તપાસ શરૂ કરવામાં આવી છે.
બીજી તરફ રશિયાએ 35 ડ્રોન વડે કીવ પર હુમલો કર્યો હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે. યુક્રેનની રાજધાની કીવ પરના હુમલા બાદ યુક્રેને દાવો કર્યો છે કે, આ પૈકીના 32 ડ્રોન તોડી પાડવામાં આવ્યા છે. રશિયા દ્વારા સતત ત્રણ કલાક સુધી ડ્રોન વડે કીવને ટાર્ગેટ કરવામાં આવ્યુ હતુ પણ યુક્રેનની વાયુસેનાએ મોટાભાગના ડ્રોન તોડી પાડ્યા હતા.
યુક્રેનનુ કહેવુ છે કે, ડ્રોનની સાથે સાથે રશિયાએ યુક્રેનના દક્ષિણમાં આવેલા જાપોરિજ્જિયા વિસ્તાર પર પણ બેલેસ્ટિક મિલાઈસ વડે હુમલો કર્યો હતો.