આજે સોના-ચાંદી ખરીદવા માટે સૌથી સારો મોકો મળી રહ્યો છે, જો તમે સોનુ-ચાંદી ખરીદવાનો પ્લાન કરી રહ્યા હોવ તો આ સમાચાર તમારી માટે છે. આજ એટલે કે 5 જૂન 2023ના રોજ સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો થયો છે. એવામાં આજે તમારે સોના ચાંદી ખરીદવા માટે સારો મોકો છે. પરંતુ સોનું- ચાંદી ખરીદતા પહેલા આજના લેટેસ્ટ ભાવ વિશે જાણી લો.
આજે સોનું પ્રતિ 10 ગ્રામ 710 રુપિયા સસ્તુ થયું છે : દેશમાં આજે આ અઠવાડિયાના પહેલા દિવસે એટલે કે સોમવારના રોજ સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો થયો છે. આજ 24 કેરેટ સોનાની કિંમત 710 રુપિયા એટલે કે 1.18 ટકા ઘટીને 59,600 રુપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોચી ગઈ છે. જ્યારે 22 કેરેટ સોનાના કિંમત54,600 રુપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોચી ગઈ છે.
ચાંદીની કિંમતમાં પ્રતિકિલોએ 1000 રુપિયા ઘટાડો : આજે ચાંદીના ભાવ વિશે વાત કરીએ તો ચાંદીમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો હતો. આજે ચાંદીની કિંમતમાં 1.38 ટકા એટલે કે 1000 રુપિયા પ્રતિકિલો ઘટીને 71,400 રુપિયા પર પહોચી ગઈ છે.
દેશના મહાનગરોમાં આજ સોનાના ભાવ આ પ્રમાણે રહ્યા હતા.
શહેર 24 કેરેટ સોનુ (પ્રતિ 10 ગ્રામ) 22 કેરેટ સોનું (પ્રતિ 10 ગ્રામ)
દિલ્હી 60,480 55,450
મુંબઈ 60,330 55,300
કોલકતા 60,330 55,300
ચેન્નઈ 52,285 47,927
દેશના મુખ્ય શહેરોમાં આજે આ પ્રમાણે ભાવ રહ્યા હતા….