મમતા બેનર્જીએ CBI તપાસ પર ઉઠાવ્યા સવાલ..

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બાલાસોર ટ્રેન દુર્ઘટનાની CBI  દ્વારા તપાસ કરાવવાની રેલવે મંત્રીની જાહેરાત પર સવાલ ઉઠાવ્યા છે. મમતા બેનર્જીએ કહ્યું કે, આ અગાઉ જ્ઞાનેશ્વરી ટ્રેન દુર્ઘટના અને સાયકિયા ટ્રેન દુર્ઘટનામાં સીબીઆઈ તપાસના આદેશ આપવામાં આવ્યા હતા, પરંતુ તેનો કોઈ ફાયદો થયો નથી. તેમણે કહ્યું કે આ કોઈ ગુનાહિત મામલો નથી, પરંતુ તકનીકી બાબત છે. તેમણે કહ્યું કે સરકાર માત્ર આંકડા છુપાવી રહી છે. તેમણે કહ્યું કે સત્ય બહાર આવવું જોઈએ, પરંતુ આંકડા છુપાવવામાં આવી રહ્યા છે.

મમતા બેનર્જીએ કહ્યું કે, 12 વર્ષ થઈ ગયા જ્ઞાનેશ્વરી એક્સપ્રેસની તપાસની જવાબદારી CBIને સોંપવામાં આવી હતી પરંતુ કોઈ પરિણામ નથી આવ્યું. સાયકિયા પણ આપવામાં આવ્યું હતું પરંતુ કોઈ પરિણામ આવ્યું ન હતું. તેમએ કહ્યું કે, તે આવતીકાલે કટક અને ભુવનેશ્વર જશે.

તેમણે કહ્યું કે, માત્ર રેલવે સેફ્ટી કમિશન જ આની તપાસ કરી શકશે. આ સમય સત્ય છુપાવવાનો નથી પરંતુ સત્યને બહાર લાવવાનો છે. તે દલીલમાં ઉતરવા નથી માંગતી. તે ઈચ્છે છે કે, પીડિતોને રાહત મળે.

મમતા બેનર્જીએ કહ્યું કે, તે કાલે પાછા કટક અને ભુવનેશ્વર જઈ રહ્યા છે. તેમણે કહ્યું કે, આ સમય પીડિતોને રાહત આપવાનો છે.