જૂની કોર્ટ બિલ્ડિંગમાં ઝાડ પડતા વૃદ્ધાની જિંદગી છીનવાઇ

પોરબંદરમાં 15 વર્ષથી નવી કોર્ટનું બિલ્ડીંગ બની જતા શહેરની વચ્ચોવચ આવેલ જૂની કોર્ટનું બિલ્ડીંગના પડતર થઈ ગયું છે જેને લીધે આ બિલ્ડિંગ જર્જરિત થઈ ગયું છે તેમછતાં આ બિલ્ડીંગમાં કૉર્ટ સિવાયની અન્ય કચેરીઓ કાર્યરત હોવાથી અહીં અનેક અરજદારો આવે છે તેમછતાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ ગંભીર બાબતની અવગણના કરવામાં આવતી હતી જેના દુષ પરિણામે આજે આ બીલડીગ આવેલ એક વૃદ્ધ મહિલા પર તોતિંગ ઝાડ પડતા મહિલાનું કમોત નીપજ્યું હતું.

પોરબંદરના સુદામા ચોક પાસે આવેલ રાજાશાહી વખતના જુના કોર્ટ બિલ્ડીંગ માંથી કોર્ટ સાંદિપની રોડ પર બનેલ નવા બીલડીગમાં સ્થળતરી કરાયને વર્ષો વીતી ગયા છે અને આ 100 વર્ષથી વધુ પુરણિક બિલ્ડીંગ બિન ઉપયોગી બની ગયું છે. અદાલતની તમામ કચેરીઓનીનું આ બિલ્ડિંગ માંથી સ્થળતરીત થઈ જતા રખરખાવના અભાવે આ બિલ્ડિંગ ના અનેક ભાગ પડી ભાંગ્યા છે અને બિલ્ડીંગ જોખમી બની ગયું છે તેમ છતાં આ બાબતને અવગણી આ બિલ્ડીંગ જેના અધિકાર હસ્તક આવે છે તે માર્ગ અને મકાન વિભાગ ઘોર નિંદ્રામાં ઉઘતું રહ્યું.

જ્યારે બીજી તરફ આ બિલ્ડિંગના નાની મોટી અનેક કચેરીઓ બિલ્ડીંગ ફરતે કાર્યરત રહેતા તેમજ બિલ્ડીંગમાં નોટરી અને પિટિશન રાઇટર અને બોન્ડ રાઇટર કાર્યરત રહેતા દરરોજ હજારો માણસોની બિલ્ડિંગ અવર જવર ચાલુ જ છે. અને જેના પરિણામે અહીં આવનારા લોકો સામે મોટા અકસ્માતની ભીતિ છેલ્લા ઘણા સમયથી સેવાઈ રહી હતી.​​​​​​​ તેમ છતાં માર્ગ અને મકાન વિભાગ ઉઘતું રહેતા આખરે યમરાજા જાગી ગયા હતા અને આજે સવારે 10 વાગ્યે અરસામાં પોરબંદરના ગોસા ગામેથી કોઈ કામ માટે આવેલ 75 વર્ષીય વૃદ્ધ મહિલા હિરીબેન નાગાભાઈ ખૂટી પર આ બિલ્ડીંગનું એક તોતીંગ ઝાડ પડતા તેવો ઝાડની નીચે દટાઈ ગયા હતા અને તેમને ગંભીર ઇજાઓ થતા તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

જ્યાં કોઈ જર્જરિત મકાન તૂટી પડે અને તેની નીચે અકસ્માતે કોઈની જાનહાની થઈ તેવા સંજોગોમાં ખાનગી મિલકતના મલિક સામે ગુનાહિત બેદરકારી સહિતની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે, ત્યારે આ બીલડીગમાં આજે થયેલ અકસ્માતને લીધે એક વૃદ્ધ મહિલાનું મોત નિપજયુ છે, ત્યારે કોની સામેં? અને કેવા? પગલાં લેવાય છે, તેના પર લોકો મીટ માંડીને બેઠા છે.

પોરબંદર જૂની કૉર્ટ કચેરીનું બિલ્ડિંગ તેમજ કમ્પાઉન્ડ માર્ગ અને મકાન વિભાગ હસ્તક આવે છે ત્યારે આ વિભાગના કાર્યપાલક ઈજનેર વિનોદ ચૌધરીએ જણાવ્યું હતું કે આજે બનેલ ઘટના બાદ આ બિલ્ડીંગ તેમજ આસપાસ કમ્પાઉન્ડમાં કડક પ્રવેશબંધી માટે કોર્ડન સહિતની કામગીરી માટે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હું માતા સહિત પરિવારના સભ્યો સાથે જૂની કોર્ટમાં વારસાઇ એન્ટ્રીના કામ માટે આવ્યા હતા. જૂની કોર્ટમાં આવેલ બદામના ઝાડ નજીક બેઠા હતા ત્યાં કડાકો થતાં બદામનું ઝાડ પડ્યું અને મારા માતા નીચે દબાઈ ગયા હતા સ્થાનિકો દ્વારા ઝાડ દૂર કરવાની કોશિશ કરવામાં આવી પણ દૂર ન થયું, જેસીબી મશીન મારફતે દૂર કરવામાં આવ્યું હતું.