પોરબંદર તા,૨. જળસંપતિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લાગતી બાબતો વિભાગના કેબિનેટ મંત્રીશ્રી તથા પોરબંદર જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયા આવતીકાલે તા.૦૩/૦૬/૨૦૨૩ના રોજ પોરબંદર જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે. મંત્રીશ્રી આવતીકાલે તા.૦૩/૦૬/૨૦૨૩ના વિલા સર્કિટ હાઉસ ખાતે જિલ્લા સંકલન તથા જિલ્લા આયોજન અંગેના કામો અંગેની રિવ્યૂ મિટિંગમાં ઉપસ્થિત રહી જિલ્લામાં વિકાસના કામોની સમીક્ષા કરી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપશે.