ખંભાળા અને રામગઢ ગામની મુલાકાત લેતા કલેકટરશ્રી કે. ડી. લાખાણી

પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના રામગઢ તથા ખંભાળા ગામની કલેકટરશ્રી કે. ડી. લાખાણી દ્વારા મુલાકાત લઈ ગ્રામ પંચાયતમાં તલાટી દફતરની તપાસણી કરી હતી. તથા ગ્રામ પંચાયત હસ્તકની આંબાવાડી જોઈ હતી.

આ તકે કુતિયાણા પ્રાંત અધિકારીશ્રી પારસ વાંદા, રાણાવાવ મામલતદારશ્રી, ગામના સરપંચ ઉપસ્થિત રહ્યા હતા.


પોરબંદરના યુવાઓને લશ્કરી/ અર્ધ લશ્કરી દળ માટે તાલીમ અપાશે

તાલીમ લેવા ઈચ્છુક ઉમેદવારોએ જિલ્લા રોજગાર વિનિમય કચેરીનો સંપર્ક કરવાનો રહેશે

પોરબંદર.તા.૩૦, યુવાનોના કૌશલ્યનો ઉપયોગ રાષ્ટ્રના નિર્માણના કામમાં થાય તથા રાજ્યના યુવાઓ લશ્કરી/અર્ધ લશ્કરી/પોલીસ દળ/ તથા સિક્યુરીટી ગાર્ડમાં વધુમાં વધુ પસંદગી પામે તે હેતુથી બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બી.એસ.એફ) દ્વારા ભુજ,ગાંધીધામ,દાંતીવાડા અને ગાંધીનગર ખાતેના મથકે રાજ્યના યુવાઓને લશ્કરી/અર્ધ લશ્કરી દળ માટે તાલીમ આપી તૈયાર કરે છે. બી.એસ.એફ. દ્રારા ૩૦ દિવસની શારિરીક અને લેખિત તાલીમ(રહેવા જમવાની નિ:શુલ્ક સગવડ સાથે) આપવામાં આવે છે. આ તાલીમમાં ભાગ લેવા ઈચ્છુક પોરબંદર જિલ્લાના શારીરિક સશક્ત ઉમેદવારોમાં રૂબરૂ  જરૂરી શૈક્ષણિક લાયકાતનાં સર્ટીફિકેટ જેમ કે, લિવિંગ સર્ટીફિકેટ, જાતિનો દાખલો, ડોમિસાઈલ સર્ટિફિકેટ, આધારકાર્ડ, બે પાસપોર્ટ સાઈઝના ફોટા તેમજ બેંક પાસબુક સાથે જીલ્લા રોજગાર વિનિમય કચેરી, જીલ્લા સેવા સદન-૨, પોરબંદર ખાતે દિવસ-૦૫માં સંપર્ક કરવા જિલ્લા રોજગાર કચેરીની યાદીમાં જણાવાયું છે.

નોંધ:-અગાઉ આવી નિવાસી/બિન નિવાસી તાલીમ લીધેલ ઉમેદવારો ફરી તાલીમમાં જોડાઈ શકશે નહી.