ભાણવડ ખાતે તાલુકા શાળા નંબર ત્રણ (કન્યાશાળા) માં ધોરણ પાંચમાં અભ્યાસ કરતી સોરઠીયા પ્રજાપતિ સમાજની બાળા વિધાર્થીની કુ. કાવ્યા બેન જયેશભાઈ પાણખાણીએ તાજેતરમાં જામખંભાળિયા ખાતે યોજાયેલી જીલ્લા કક્ષાની બાળા પ્રતિભા શોધ ઇવેન્ટ સર્જના તમક સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં જીલ્લા કક્ષાએ પ્રથમ વિજેતા બનતા સોરઠીયા પ્રજાપતિ સમાજનું નામ રોશન થયું છે કુ. કાવ્યા એ મેળવેલી સિદ્ધિને બીરવવા માટે જીલ્લા અધીકારી એસ.જે.કુમણીયા એ શીલ્ડ આપ્યું હતું