
જીલ્લા પંચાયત હોલ ખાતે મહિલા જાગૃતિ શિબિર યોજાઇ.
ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ ગાંધીનગર અને મહિલા અને બાળ અધિકારી કચેરી પોરબંદરના સયુંકત ઉપક્રમે મહિલા જાગૃતિ શિબિર જીલ્લા પંચાયત હોલ ખાતે યોજાઇ હતી. જેમાં વિષય નિષ્ણાંત અધિકારીઓ તેમજ ૩૦૦ જેટલા બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મહિલા સશક્તિકરણ , મહિલાઓના આર્થિક ઉત્થાન તેમજ મહિલાઓની આરોગ્યલક્ષી બાબતો અને પી.સી એન્ડ પીએનડીટી એક્ટ અન્વયે વિગતવાર માહિતી અપાઈ હતી. તથા વ્હાલી દીકરી યોજનાના આદેશ વિતરણ કરાયા હતા. શિબિરમાં ઇન્ચાર્જ જીલ્લા વિકાસ અધિકારીશ્રી રેખાબા સરવૈયા, આરોગ્ય અધિકારીશ્રી બી.બી.કરમટા, જીલ્લા દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારીશ્રી બી.કે. ગઢવી, પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીરીનાબેન રાઠોડ, મેડીકલ ઓફિસરશ્રી ડો.દવે, પોલીસ સબ ઇન્સ્પેક્ટર સાયબર સિક્યુરીટી એસ.કે. જાડેજા, કુસુમબેન.એમ.સૈયદ, કાયદા નિષ્ણાંત દિનેશભાઈ ડોડીયા સહિત મહેમાનો અને અંદાજે ૩૦૦ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button