
વડોદરા કોર્પોરેશને ઔદ્યોગિક એકમોને સીલ મારી કડકાઈથી વેરા વસુલાત કરી
વડોદરા કોર્પોરેશન દ્વારા અત્યાર સુધી 520 કરોડ ઉપરાંતના વેરા વસૂલાત નો લક્ષ્યાંક પૂર્ણ કરી દેવામાં આવ્યો છે ત્યારે હાલમાં પણ જેમનો મિલકત વેરો બાકી છે, તેવા કોમર્શિયલ મિલકત ધારકોને નોટિસો પાઠવી વેરા વસુલાતની પઠાણી ઉઘરાણી કરવામાં આવે છે. આજે વોર્ડ નંબર 4ના રેવન્યુ ઓફિસર કલ્પેશ શાહની અધ્યક્ષતામાં સરદાર એસ્ટેટ ખાતે આવેલા વિવિધ ઔદ્યોગિક એકમોના બાકી પડતા મિલકત વેરા માટે લાલ આંખ કરી સીલ મારવાની કામગીરી હાથ ધરી હતી.
આજે હોળીના પવિત્ર તહેવારના દિવસે જ કોર્પોરેશન દ્વારા સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવતા વેપારીઓમાં પણ ફફડાટ જોવા મળ્યો હતો. કેટલાક વેપારીઓએ સ્થળ પર જ રકમ ચૂકવી સીલ ખોલાવી નાખ્યા હતા, ત્યારે કેટલાંક વેપારીઓ સાથે બાકી વેરાને લઈ પાલિકા ના સ્ટાફ સાથે ચક્મક પણ જરી હતી. આજે માત્ર 1/2 કલાકના સમયગાળામાં અઢી લાખ ઉપરાંતનો વેરો વસૂલ કરી 15થી વધુ કોમર્શિયલ મિલકતોને સીલ કરવામાં આવી હતી. આ ઝુંબેશ માર્ચ મહિનાના અંત સુધી કાર્યરત રાખી હજુ પણ વેરા વસુલાત કરવામાં આવશે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button