
પબુભા માણેકની ઉપસ્થિતિમાં ભાણવડ ખાતે કાલે “જન ઔષધી દિવસ” ઉજવાશે
માહિતી બ્યુરો – દેવભૂમિ દ્વારકા દેવભૂમિ દ્વારકા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા “જન ઔષધિ દિવસ ૨૦૨૩”ની ઉજવણી જલારામ વાડી, ભાણવડ ખાતે તા. ૦૭-૦૩-૨૦૨૩ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે કરવામાં આવશે. પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી દિવસની ઉજવણીનો કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રાજીબેન મોરીના અધ્યક્ષસ્થાને યોજાશે. જેમાં સાંસદશ્રી પૂનમબેન માડમ તેમજ ધારાસભ્યશ્રી પબુભા માણેકની પ્રેરક ઉપસ્થિતિ રહેશે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button