
સુરત એસટી વિભાગે હોળી ધૂળેટી પર 565 એક્સ્ટ્રા બસો દોડાવી
હોળી ધૂળેટી પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે માદરે વતન જવા માટે સુરત એસટી બસ ડેપો ખાતે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. લોકો હોળી ધૂળેટી પર્વની ઉજવણી કરવા માટે વતન જઈ રહ્યા છે. લોકોની ભારે ભીડને ધ્યાનમાં રાખી એસટી વિભાગ દ્વારા પણ એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી રહી છે. છેલ્લા 4 દિવસમાં એસટી વિભાગે 565થી વધુ એક્સ્ટ્રા બસો દોડાવી હતી. જેને લઈને 73 લાખથી વધુની આવક એસટી વિભાગને થઇ છે.
સુરતમાં ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર, ઝારખંડ અને છતીશગઢ તેમજ ગુજરાત રાજ્યના અલગ અલગ શહેરોમાંથી લાખોની સંખ્યામાં લોકો વસે છે અને રોજગારી મેળવે છે. વાર તહેવારે આ લોકો માદરે વતન જતા હોય છે. હોળી-ધૂળેટીના પર્વને લઈને લોકો માદરે વતન જઈ રહ્યા છે. સુરતના એસટી બસ ડેપો ખાતે મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે. દાહોદ, ઝાલોદ, ગોધરા, પંચમહાલ છોટાઉદેપુર તરફ મુસાફરોનો ઘસારો જોવા મળી રહ્યો છે. મુસાફરોની ભીડને ધ્યાને લઈને એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો પણ દોડાવવામાં આવી હતી.
સુરત એસટી વિભાગીય નિયામક પી.વી. ગુર્જરે જણાવ્યું હતું કે સુરત એસ.ટી. વિભાગ દ્વારા હોળી ધુળેટીના પર્વ નિમિત્તે તારીખ 3, 4 અને 5ના રોજ એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી. જેમાં અંદાજીત 50 હજારથી વધુ મુસાફરોએ લાભ લીધો છે. તેમજ એસટી વિભાગને 73 લાખથી વધુની આવક થવા પામી હતી.
ક્યાં કેટલી એસટી બસો દોડી ?
સુરતથી દાહોદ 156, સુરતથી ઝાલોદ 200, સુરતથી લુણાવાડા 11, સુરતથી છોટા ઉદેપુર 10, સુરતથી કવાંટ 7, રામનગર-ઝાલોદ 58, સુરતથી અમદાવાદ 16 અને ગોરીગરમાં 107 એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button