દ્વારકાધીશ મંદિરે સૌરાષ્ટ્રમાં ઠેર-ઠેર 1500થી વધુ સ્થળે આજે હોલિકા દહન

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં 1500થી વધુ સ્થળોએ આજે હોલિકા દહનના કાર્યક્રમો યોજાવાના હોય, ઠેર ઠેર તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર, સુરેન્દ્રનગર, બોટાદ, પોરબંદર, મોરબી અને દેવભૂમિ દ્વારકા સહિત ઠેર ઠેર હોળી પ્રગટાવવાના આયોજનો થયા છે. જ્યોતિષીઓના મતે સાંજે 6:51થી રાત્રે 8:23 સધી ચલ ચોઘડિયામાં હોળી પ્રગટાવવી ઉત્તમ ગણાવાઈ રહી છે, દરમિયાન દ્વારકાધીશ મંદિરે બુધવારે ફુલડોલ ઉત્સવ મનાવવાનું આયોજન કરાયું છે.

સોમનાથ ખાતે ગૌ-મય હોલિકા દહન
સોમનાથ મંદિર પરિસરમાં પથિકાશ્રમ ગ્રાઉન્ડ ખાતે 6 માર્ચે સાંજે 7-45 કલાકે હોલિકા દહનનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ટ્રસ્ટની ગીર ગાય માતાનું ઘી, ગૌ માતાના પવિત્ર છાણમાંથી બનતા છાણા, ભીમસેન કપુર, પવિત્ર સમીધ કાષ્ટ અને ધૂપ તેમજ જડીબુટ્ટી સાથે સોમનાથ મંદિરના પૂજારી દ્વારા હોલિકા પૂજન અને પછી હોલિકા પ્રજ્વલિત કરવામાં આવશે.

ભાયાવદરમાં ફુલડોલ ઉત્સવ યોજાયો
ભાયાવદરમાં મદનમોહન લાલજીની હવેલીમાં ભવ્ય ફુલડોલ રસિયાનું આયોજન કરવામાં આવ્યું હતું પ.પૂ.108 ગૌસ્વામી શ્રીમધુસુદન મહોદય (રૂચિરબાવા)ના સાનિધ્યમાં આ ઉત્સવનું આયોજન હતું ઈસરાવાળા ઉકાભાઈની કિર્તન મંડળીએ રસિયાની રમઝટ બોલાવી રસિયાના રંગમાં રંગાયા હતા પ.પૂ.108 શ્રીમધુસુદન મહોદયએ રસિયા બોલી વૈષ્ણવોને આનંદ લેવડાવ્યો હતો.

ભાવનગરમાં ફૂલ ફાગ હોલી રસિયા મનોરથ યોજાયો
ભાવનગર શહેરના વાઘાવાડી રોડ પર આવેલા વન્ડરલેન્ડ સ્ટેમ ક્ધિડરગાર્ટન ખાતે સૌપ્રથમ વખત ફુલ ફાગ હોલી રસિયા મનોરથ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વન્ડરલેન્ડ સ્ટેમ ક્ધિડરગાર્ટનના બાળકો માટે ફુલ ફાગ હોલી રસિયા યોજાઈ હતી. જેમાં બાળકો તથા વાલીઓ ફૂલ ફાગ હોલી રસિયા મનમૂકી રમ્યા હતા. ફૂલ ફાગ મનોરથમાં બાળકો તથા વાલીઓ મનમૂકીને રાસની રમઝટ બોલાવી હતી. આ પ્રસંગે વન્ડરલેન્ડ સ્ટેમ ક્ધિડરગાર્ટનના સરલા સોપારિયા, જાણીતી કવિયત્રી અંજના ગોસ્વામી, મહિલા અગ્રણીઓ, પૂર્વ ચેમ્બર પ્રમુખ, આગેવાનો તથા બાળકોના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.