
બિલ ગેટ્સે ચલાવી ઈલેક્ટ્રિક રિક્ષા
માઈક્રોસોફ્ટના સંસ્થાપક અને અધ્યક્ષ બિલ ગેટ્સે સોમવારે તેના ઈન્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેઓ મહિન્દ્રા ઓટોની લોકપ્રિય ઈલેક્ટ્રિક રિક્ષા મહિન્દ્રા ટ્રિઓ ચલાવતા નજરે પડે છે. મજાની વાત એ છે કે ભારતીય બિઝનેસમેન આનંદ મહિન્દ્રા પણ બિલ ગેટ્સના આ વીડિયોથી એટલા ખુશ થયા કે ન પુછો વાત. તેઓએ પણ પોતાના ટ્વિટર પર આ વીડિયો શેર કર્યો છે.
તમને જણાવી દઈએ કે હાલના દિવસોમાં બિલ ગેટ્સ ભારતના પ્રવાસે છે. તેઓ પોતાના ફાઉન્ડેશનની ચેરીટી સાથે જોડાયેલા કામમાં વ્યસ્ત છે. તેઓ વડાપ્રધાનને પણ મળી ચૂક્યા છે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button