
ઈરાનમાં 900થી વધુ વિદ્યાર્થીઓને ઝેર આપવાનો મામલો
ઈરાનમાં 900થી વધુ શાળાની વિદ્યાર્થિનીઓને ઝેર આપવાનો મામલો દિવસેને દિવસે જટીલ બની રહ્યો છે. હકીકતમાં, અગાઉ એવું કહેવામાં આવ્યું હતું કે સ્કૂલની વિદ્યાર્થિનીઓને ઝેર આપવા પાછળ ઇસ્લામિક કટ્ટરપંથીઓનો હાથ છે અને તેઓ ઇચ્છતા નથી કે છોકરીઓ શાળાએ જાય અને તેમને રોકવા માટે જ છોકરીઓને ઝેર આપવામાં આવ્યું હતું.
ઈરાનના કોમ શહેરમાં 30 નવેમ્બરે શાળાની વિદ્યાર્થિનીઓને ઝેર આપવાનો પ્રથમ કેસ નોંધાયો હતો, જેમાં લગભગ 50 વિદ્યાર્થીનીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જોકે, થોડા દિવસો બાદ શાળાની વિદ્યાર્થિનીઓને હોસ્પિટલમાંથી ઘરે પરત મોકલી દેવામાં આવી હતી. જો કે એક વિદ્યાર્થીનીના મોતના સમાચાર પણ આવ્યા હતા.
ઈરાની મીડિયા અનુસાર, દેશના આઠ પ્રાંતોની 58 શાળાઓમાં વિદ્યાર્થીનીઓને ઝેર આપવાના કિસ્સા સામે આવ્યા હતા. અને આંતરરાષ્ટ્રીય મીડિયા અનુસાર, ઈરાનના 10 પ્રાંતોની 30 શાળાઓમાં શાળાની વિદ્યાર્થિનીઓને ઝેર આપવામાં આવ્યું હતું. ઈરાન સરકારે પહેલા તો તેનો ઈન્કાર કર્યો હતો પરંતુ બાદમાં સ્વીકાર્યું હતું કે સ્કૂલની વિદ્યાર્થિનીઓને ઝેર આપવામાં આવ્યું હતું.
હાલમાં જ જીનીવામાં સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકારની બેઠક યોજાઈ હતી, જેમાં ઈરાનનો આ મામલો ઉઠાવવામાં આવ્યો હતો. ઘણા દેશોએ આ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ઈરાનના ડેપ્યુટી એજ્યુકેશન મિનિસ્ટરે પણ કબૂલ્યું હતું કે છોકરીઓને સ્કૂલે જતી અટકાવવા માટે કેટલાક લોકોએ આવું કર્યું હતું. જોકે બાદમાં તેમણે પોતાનું નિવેદન પાછું ખેંચી લીધું હતું.
લોકોમાં સરકાર પ્રત્યેનો વિશ્વાસ ડગ્યો
ગયા શુક્રવારે ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીએ દાવો કર્યો હતો કે લોકોમાં ભય અને અસુરક્ષાની ભાવના જગાડવાનું ઈરાનના દુશ્મન દેશોનું કામ છે. હાલ ઈરાનના આંતરિક બાબતોના મંત્રીને ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. બીજી તરફ ઈરાનના એક વરિષ્ઠ ધર્મગુરુનું કહેવું છે કે સરકારના નિવેદનોથી લોકોમાં સરકારની વિશ્વસનીયતા ખતમ થઈ રહી છે. જેના કારણે લોકોમાં અસમંજસનો માહોલ સર્જાયો છે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button