
Happy Birthday Janhvi Kapoor, એક્ટર નહીં પરંતુ ડોક્ટર બનાવવા માંગતી હતી શ્રીદેવી
આજે બોલિવૂડ અભિનેત્રી જાહ્નવી કપૂર પોતાનો 26મો જન્મદિવસ ઉજવી રહી છે. અભિનેત્રીનો જન્મ 6 માર્ચ 1997ના રોજ મુંબઈ, મહારાષ્ટ્રમાં થયો હતો. શ્રીદેવી અને બોની કપૂર ઘરે જન્મેલી જન્મેલી જાહ્નવીએ 2018માં આવેલી રોમેન્ટિક ડ્રામા ફિલ્મ ‘ધડક’થી પોતાના અભિનય કરિયરની શરૂઆત કરી હતી.
ખૂબસૂરતી માટે જાણીતી જાહ્નવી કપૂરને તેની માતા અને દિગ્ગજ અભિનેત્રી શ્રીદેવી તેણીને એક્ટર નહીં પરંતુ ડોક્ટર બનાવવા માંગતી હતી. એક ઈન્ટરવ્યુ દરમિયાન આ અંગે ખુલાસો કરતા જાહ્નવીએ કહ્યું હતું કે, ‘હું પોતે પણ બાળપણમાં ડૉક્ટર બનવાનું સપનું જોતી હતી, પરંતુ પછી જેમ જેમ હું મોટી થઈ, મને અભિનય તરફ આકર્ષણ થયું પછી મને પણ લાગ્યું કે મારી પાસે ડૉક્ટર બનવા માટે એટલી સમજદારી નથી.’
જાહ્નવી કપૂરે તેનો અભ્યાસ મુંબઈની ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી પૂર્ણ કર્યો છે. અભિનેત્રીએ લોસ એન્જલસમાં ‘ધ લી સ્ટ્રાસબર્ગ થિયેટર એન્ડ ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ’માંથી થિયેટર એક્ટિંગનો કોર્સ કર્યો. આ પછી જાહ્નવીએ ફિલ્મ ઈન્સ્ટિટ્યૂટમાંથી એક્ટિંગનો કોર્સ પણ કર્યો છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર જાહ્નવી કપૂરની નેટવર્થ લગભગ 58 કરોડ રૂપિયા છે. અભિનેત્રી તેની એક ફિલ્મ માટે 5 કરોડ રૂપિયા સુધી ચાર્જ કરે છે. આ સિવાય અભિનેત્રી મોડલિંગ અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી પણ ઘણી કમાણી કરે છે. જાહ્નવીએ ગયા વર્ષે જ જુહુમાં પોતાનું નવું ઘર ખરીદ્યું હતું. આ ઘરની કિંમત લગભગ 39 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. હાલમાં, અભિનેત્રી તેના પરિવાર સાથે મુંબઈના લોખંડવાલામાં સી ફેસિંગ આલીશાન મકાનમાં રહે છે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button