ઓમ જોશીના એસ્ટ્રોસિટી કેસમાં આગોતરા જામીન મંજૂર કરતી ગુજરાત હાઈકોર્ટ

પોરબંદર શહેરની નામાંકિત કે.એચ.માધવાણી કોલેજમાં થોડા માસ અગાઉ વિધાર્થીઓ વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં પોલીસ ફરીયાદ નોંધાઈ હતી અને એસ્ટ્રોસિટી સહિતની ગંભીર કલમોનો ઉમેરો કરવામાં આવ્યો હતો,

ગત તારીખ ૦૩/૦૩/૨૦૨૩ ના રોજ ગુજરાત હાઈકોર્ટ દ્વારા માધવાણી કોલેજ મારામારી અને એસ્ટ્રોસિટી કેસમાં સંભવિત આરોપી ઓમભાઈ જોષી તથા ઋષીક રામકબીરના આગોતરા જામીન મંજૂર કર્યા છે અને હાઈકોર્ટે રાહત આપી છે, પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં એસ્ટ્રોસીટીઝ એક્ટની જોગવાઇઓના ભંગબદલની ફોજદારી ફરિયાદ નોંધાયેલી હતી અને કાયદાકીય જોગવાઈઓમાં એસ્ટ્રોસીટી એક્ટમાં સ્પેશ્યલ જોગવાઈઓ કરવામાં આવેલી છે જેમાં કોઈપણ આરોપીને આગોતરા જામીન ઉપર મુકત કરી શકે નહીં તેવી કાયદામાં જોગવાઈઓ રહેલી છે

અને હાલના ગુન્હાના સંભવિત આરોપી ઓમભાઈ જોષી તથા ૠષિક રામકબીર દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં અમદાવાદના વિદ્વાન એડવોકેટ જયભાઈ.એમ.થાનકી મારફતે સ્પે.ક્રીમી.મીસ એપ્લીકેશન દાખલ કરીને સદરહુ કામમાં ઉપરોકત સંભવિત આરોપીને ખોટી રીતે સંડોવી દેવામાં આવેલ છે તેવી ધારદાર દલીલો કરવામાં આવેલી હતી,

ગુજરાત હાઈકોર્ટમાં એડવોકેટ જયભાઈ.એમ. થાનકી સાહેબની ધારદાર દલીલોને ધ્યાનમાં રાખી ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ શ્રી ઉમેશ.એ.ત્રિવેદી સાહેબએ આ કેસના સંભવિત આરોપી ઓમભાઈ જોષી તથા ઋષિક રામકબીરના આગોતરા જામીન મંજુર કર્યા છે અને આ કામમાં સંભવિત આરોપીને ઉપરોક્ત ગુન્હાના કામમાં આગોતરા જામીન પર મુક્ત કર્યા હતા અને ત્યાં સંભવિત આરોપીઓ સામે અટકાયતી પગલાં ન લેવા સંબંધનો હુકમ કરવામાં આવેલ છે,

આ કામમાં બચાવપક્ષે હાઈકોર્ટમાં અમદાવાદના ખ્યાતનામ જે.એમ.ટી લીગલ વતી એડવોકેટ જય.એમ.થાનકી સાહેબ તથા એડવોકેટ નિશ્ચિત.પી. આચાર્ય સાહેબ તથા પોરબંદરના ખ્યાતનામ વકીલ એમ.જી. શીંગરખીયા, એન.જી.જોષી વગેરે રોકાયેલા હતા.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Button



जवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.