
પોલ ખોલ: અલ્પેશ ઠાકોરે સરકારની ચિંતા વધારી ??
રાજ્યમાં ભાજપે વિધાનસભાની ચૂંટણીમાં ઐતિહાસિક જીત હાંસલ કરી છે. આ દરમિયાન 15 મી વિધાનસભાનું પ્રથમ સત્ર ચાલી રહ્યું છે. ત્યારે આંદોલનકારી નેતા અલ્પેશ ઠાકોરે પોતાની જ સરકારની ચિંતા વધારી દીધી છે. અલ્પેશ ઠાકોરે ગૃહમાં કહ્યું કે, સરકારી અનાજના જથ્થામાં વ્યક્તિ દીઠ 200-500 ગ્રામ ઓછું મળી રહ્યું છે. વિધાનસભા ગૃહમાં ભાજપના જ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની ફરીયાદથી અનેક સવાલો ઉઠયા છે. અલ્પેશ ઠાકોરે સરકારી અનાજના જથ્થામાં વ્યક્તિ દીઠ 200-500 ગ્રામ ઓછુ મળતું હોવાની ફરિયાદ કરી છે. આ સાથે જ અલ્પેશ ઠાકોરે ગૃહમાં કહ્યું કે, થંબ અને બિલ પણ આપવામાં આવતું નથી.
ઉલ્લેખનીય છે કે ગાંધીનગર દક્ષીણ બેઠક પર અલ્પેશની ભવ્ય જીત થતા મંત્રી પદમાં સમાવશે તેવી સંભાવનાઓ અગાઉ વહેતી થઇ હતી પરંતુ સરકારમાં તેમને કોઈ જવાબદારી ન મળતા અને હાલમાં ગૃહ ચાલુ હોય ઠાકોરની ગૃહમાં ઉઠાવાયેલી આ ફરીયાદથી સરકારની ચિંતામાં વધારો થયો કહી શકાય
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button