પોરબંદર જિલ્લાની સહકારી મંડળીઓને ફડચામાં લઈ જવા વચગાળાના આદેશો બહાર પડાયા

પોરબંદર જિલ્લાના નિયંત્રણ હેઠળની સામેલ યાદી મુજબની સહકારી મંડળીઓને કે જેની નોંધણી સહકારી કાયદા નીચે થયેલ છે. તે મંડળીઓની એન.સી.ડી. પોર્ટલ ઉપર માહિતી ભરાયેલ નથી, મંડળીનાં નિયમ અનુસાર ઓડીટ કરાવેલ નથી, મંડળીએ ક્યારેય કોઈપણ પ્રકારની માહિતી પત્રકો કચેરીને પુરા પાડવામાં આવેલ નથી. તથા નોંધણી બાદના હાલના વહીવટકર્તાઓ કે સભાસદોની કોઈપણ પ્રકારની માહિતી કચેરીમાં ક્યારેય આપવામાં આવેલ નથી. તેમજ નોંધણી બાદ તેમના સરનામામા થયેલ ફેરફારની જાણ કચેરીને કરેલ નથી.

        આમ ઉક્ત કારણોસર સહકારી કાયદાની કલમ-૧૦૭ (૧) (સી) ૨ અને ૪ ની જોગવાઈઓ હેઠળ નીચે મુજબની મંડળીઓ ને ફડચામાં લઈ જવા વચગાળાના આદેશો તા.૨૮/૦૨/૨૦૨૩ના રોજ કરવામાં આવેલ છે.

આથી આવી મંડળીઓએ ઉક્ત વચગાળાના આદેશ સામે વાંધો હોય તો આ નોટીસ પ્રસિદ્ધ થયાની તારીખથી દિવસ-૧૦(દસ)માં જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓ પોરબંદરને સઘળા આધાર પુરાવા સહ લેખીત અને રૂબરૂ રજુઆત કરવા તક આપવામાં આવે છે. તથા તેમના હસ્તકની મંડળીનો ચાર્જ જેમ કે રેકર્ડ, સાહિત્ય સંબંધિત ફડચા અધિકારીને સુપ્રત કરી આપવા સુચના આપવામાં આવે છે. તેમજ કોઈ સરકારી કચેરી અથવા સહકારી સંસ્થાઓનું લેણું બાકી હોય તો નોટિસ પ્રસિધ્ધ થયેથી દિન-૧૦ માં જરૂરી આધાર પુરાવા અત્રેની કચેરીમાં રજુ કરવા જણાવવામાં આવે છે. આમ, છતાં ઉક્ત મુદ્દતમાં આ કાર્યવાહી મંડળીના હોદ્દેદારો કે સભાસદો દ્વારા પુરી કરવામાં નહીં આવે તો આવી મંડળીઓની કાયમી ફડચામાં લઈ જવા ફરજ પડશે, જેની તમામ લાગતાં વળગતાંઓએ નોંધ લેવા જણાવાયું છે.

મંડળીઓ પૈકી દુધ મંડળીઓમાં

 • પાતા દુધ ઉ.સ.મં લી પાતા,
 • શ્રી પારવાડા દુઘ ઉ.સ.મં લી પારવાડા ,
 • શ્રી રાતીયા મહિલા દુધ ઉ.સ.મં.લી રાતીયા,
 • શ્રી કડછ મહિલા દુધ ઉ.સ.મં.લી. કડછ,
 • શ્રી પાતા મહિલા દુધ ઉ.સ.મં.લી. પાતા, શ્રી કડછ દુધ ઉ.સ.મં.લી. કડછ,
 • શ્રી વડાળા દુધ ઉ.સ.મં.લી વડાળા,
 • શ્રી વિસાવાડા દુધ ઉ.સ.મં.લી. વિસાવાડા,
 • શ્રી કોલીખડા દુધ ઉ.સ.મં.લી કોલીખડા,
 • શ્રી ખાંભોદર દુધ ઉ.સ.મં લી. ખાંભોદર,
 • શ્રી બખરલા દુધ ઉ.સ.મં.લી બખરલા,
 • બોખીરા મહિલા દુધ ઉ.સ.મં.લી બોખીરા,
 • શ્રી ફટાણા મહિલા દુધ ઉ.સ.મં.લી ફટાણા,
 • શ્રી દેગામ મહિલા દુધ ઉ.સ.મં.લી દેગામ,
 • શ્રી લીરબાઈ દુધ ઉ.સ.મં.લી. શીશલી,
 • શ્રી ખોડીયાર મહિલા દુધ ઉ.સ.મં.લી પાલખડા,
 • શ્રી શીંગડા  મહિલા દુધ ઉસ.મં.લી શીંગળા,
 • શ્રી રામવાવ દુધ ઉ.સ.મં.લી ખાંભોદર,
 • શ્રી ખીજદડ મહિલા દુધ ઉ સ.મં.લી ખીજદડ,
 • શ્રી સાતવીરડા દુધ ઉ.સ.મં.લી. સાતવીરડા,
 • શ્રી કેરળા દુધ ઉ .સ.મં.લી કેરળા,
 • શ્રી કોટડા દુધ ઉ.સ.મં.લી કોટડા,
 • શ્રી કુતિયાણા મહિલા દુધ ઉ.સ.મં.લી કુતિયાણા,
 • શ્રી કડેગી દુધ ઉ.સ.મં.લી કડેગી,
 • શ્રી રેવદ્રા દુધ ઉ  સ.મં.લી રેવદ્રા,
 • શ્રી ભોગસર મહિલા દુધ ઉ.સ મં લી ભોગસર,
 • શ્રી રોધડા દુધ ઉ.સ મં.લી રોધડા,
 • શ્રી ગોકરણ દુધ ઉ.સ.મં.લી ગોકરણ

તથા શ્રી કામધેનુ દુધ ઉ.સ.મં.લી. ધ્રુવાળાનો સમાવેશ થાય છે. જેમાં મત્સ્ય મંડળીઓ પૈકી

 • શ્રી મેરેગરીબ નવાજ મત્સ્યો સ.મં.લી માધવપુર,
 • શ્રી હરસિદ્ધિ મત્સ્યો સ.મં.લી પોરબંદર,
 • શ્રી સુદામાપુરી મત્સ્યો સ.મં.લી પોરબંદર,
 • શ્રી સબીર સાગર ખેડુત મત્સ્યો સ.મં.લી પોરબંદર,
 • શ્રી શિવ સાગર મત્સ્યો સ.મં.લી પોરબંદર,
 • શ્રી હુશેની સાગર ખે. મત્સ્યો સ.મં.લી પોરબંદર,
 • શ્રી પદમાણી કૃપા સાગર ખેડુ મત્સ્યો સ.મં.લી પોરબંદર,
 • શ્રી ભવનાથ મત્સ્ય સ.મં.લી પોરબંદર,
 • શ્રી નગીના મત્સ્યો સ.મં.લી પોરબંદર,
 • શ્રી દીપસાગર મત્સ્યો સ.મં.લી પોરબંદર,
 • શ્રી ક્રિષ્નાસાગર મત્સ્યદ સમં.લી. પોરબંદર,
 • શ્રી શક્તિસાગર મત્સ્યો સ.મં.લી પોરબંદર,
 • શ્રી રઝવી સાગર ખેડુ મત્સ્યો સ.મં.લી પોરબંદર,
 • શ્રી કૌશર મત્સ્યો સ.મં.લી. પોરબંદર,
 • શ્રી વેરાવળી કૃપા મત્સ્યો સ.મં.લી. પોરબંદર,
 • શ્રી મહાલક્ષ્મી મત્સ્યો સ.મં.લી.પોરબંદર,
 • શ્રી જાવર મત્સ્યો સં મં.લી પોરબંદર,
 • શ્રી નસીબ સાગર મત્સ્યો સં.મં.લી. પોરબંદર,
 • શ્રી આશાસાગર મત્સ્યો સં.મં.લી . પોરબંદર,
 • શ્રી સાગર કન્યા મત્સ્યો.સ.મં.લી.પોરબંદર,
 • શ્રી સમુદ્ર સમ્રાટ મત્સ્યો.સ.મં .લી. પોરબંદર,
 • શ્રી સપના મહિલા મત્સ્યો.સ.મં.લી. પોરબંદર,
 • શ્રી શકુંતલા મત્સ્યો સં.મં.લી. પોરબંદર,
 • શ્રી મિલન મત્સ્યો સં.મં.લી. પોરબંદર,
 • શ્રી રામસેવક મત્સ્યો સ.મં.લી.પોરબંદર,
 • શ્રી શ્રદ્ધા સાગર મત્સ્યો સં.મં.લી. પોરબંદર,
 • શ્રી રાહુલ મહિલા મત્સ્યો સં.મં.લી. પોરબંદર,
 • શ્રી ઋષિકેશ મત્સ્યો સં.મં.લી. પોરબંદર,
 • શ્રી નવનિધિ મત્સ્યો સં.મં.લી. પોરબંદર,
 • શ્રી કિંગ પૂજા મત્સ્યો સં.મં.લી. પોરબંદર,
 • શ્રી ઓમ કૃપા મત્સ્યો સં.મં.લી પોરબંદર,
 • શ્રી મહિલા વિકાસ અનુ જાતિ મત્સ્યો સં.મં.લી પોરબંદર,
 • શ્રી આશીર્વાદ મત્સ્યો સં.મં.લી પોરબંદર,
 • શ્રી રાજસાગર મત્સ્યોદ્યોગ સં.મં.લી પોરબંદર,
 • શ્રી હાજીપીર મત્સ્યો સં.મં.લી બિલેશ્વરનો સમાવેશ થાય છે.

આ મંડળીઓના ફડચાનો ચાર્જ સુપ્રત કરવા માટે જરૂર જણાયે જિલ્લા રજીસ્ટ્રાર,સહકારી મંડળીઓની કચેરી, જુની કલેકટર કચેરી, પ્રથમ માળે, રાણીબાગ સામે, પોરબંદરનો સંપર્ક કરી શકાશે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

 • ભાજપ (47%, 8 Votes)
 • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
 • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.