
પદયાત્રીઓ માટે સ્ટોલ ખુલ્લો મુકતા પ્રિન્સિપાલ જજશ્રી પી.એસ.કાલા
હોળીના પાવન પર્વ પર યાત્રાધામ દ્વારકામાં ફૂલડોલ ઉત્સવ ઊજવવામાં આવે છે. ત્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દ્વારકા પગપાળા જતા હોય છે. નાગરિકોને કાનૂની માર્ગદર્શન મળે તે હેતુથી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દેવભૂમિ દ્વારકા દ્વારા ખોડીયાર મંદિર ખંભાળિયા ખાતે લીગલ અવેરનેશ સ્ટોલ કાર્યરત કરવા આવ્યો છે.
લીગલ અવેરનેશ સ્ટોલ ખાતે લોકોને કાનૂની માર્ગદર્શન આપવામાં આવશે. ઉપરાંત પદયાત્રીઓ માટે પીવાનું પાણી, નાસ્તો તથા બેસવા માટેની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સ્ટોલનું ઉદઘાટન શ્રી પી.એસ.કાલા, પ્રિન્સિપાલ ડીસ્ટ્રિકટ જજ ના હસ્તે કરવામાં આવ્યું હતું.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button