
ભારતની પ્રગતિથી બિલ ગેટ્સ પ્રભાવિત, PM મોદીના નેતૃત્વને લઈ કહી ખાસ વાત
એક સમયે દુનિયાના સૌથી સમૃદ્ધ વ્યક્તિ રહી ચુકેલા માઈક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ ભારતીય પ્રગતિથી ખૂબ જ પ્રભાવિત છે. તેમણે સ્વાસ્થ, વિકાસ અને જળવાયુ જેવા ક્ષેત્રોમાં ભારતની પ્રગતિની ખૂબ જ પ્રશંસા કરી છે.
ગેટ્સે કહ્યું કે દેશ એ વાતનો અહેસાસ કરે છે કે જ્યારે ટેકનોલોજીમાં રોકાણ કરવામાં આવે છે તો શુ-શું સંભાવના સર્જાય છે. બિલ એન્ડ મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશનના સહ-અધ્યક્ષ બિલ ગેટ્સએ અનેક સુરક્ષિત, અસરકારક અને વ્યાજબી વેક્સિન તૈયાર કરવાની અદભૂત ક્ષમતા માટે પણ ભારતની પ્રશંસા કરી.
આ પૈકી કેટલાક વેક્સિન તૈયાર કરવામાં ગેટ્સ ફાઉન્ડેશને મદદ કરી છે. તેમણે કહ્યું કે આ વેક્સિને કોવિડ-19 વૈશ્વિક મહામારી સમયે લાખો લોકોનું જીવન બચાવ્યું અને દુનિયાભરમાં અન્ય બીમારીઓને ફેલતા અટકાવી.
PM મોદીના વડપણ હેઠળ પ્રેરણા આપે છે ભારત
ગેટ્સે કહ્યું કે તેમણે ભારતની પોતાની યાત્રા સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. તેમણે એક લેખમાં કહ્યું કે વિશ્વ સામે અનેક પડકારો છે ત્યારે ભારત જેવી ગતિશીલ અને રચનાત્મક જગ્યાની યાત્રાથી પ્રેરણા મળે છે. ગેટ્સે કહ્યું કોરોના વાયરસ વૈશ્વિક મહામારીને લીધે છેલ્લા ત્રણ વર્ષમાં તેમણે વિશેષ યાત્રા કરી નથી.
જોકે ખાસ કરીને કોવિડની વેક્સિન વિકસિત કરી છે અને ભારતની સ્વાસ્થ પ્રણાલીઓમાં રોકાણની બાબતને લઈ PM મોદીના સંપર્કમાં રહ્યા. તેઓ એક કરિશ્માઈ વ્યક્તિત્વ ધરાવે છે. તેમણે કહ્યું કે નવા જીવનરક્ષક વેક્સિનના ઉત્પાદન ઉપરાંત ભારત તેના વિતરણમાં પણ ઉત્કૃષ્ટ રહ્યું છે તથા તેની જાહેર સ્વાસ્થ્ય પ્રણાલીએ કોવિડ વેક્સિનના 2.2 અબજ કરતા વધારે ડોઝ વિતરિત કર્યાં છે.
સ્મૃતિ ઈરાની સાથે બિલ ગેટ્સે ખિચડી બનાવી
બીજી બાજુ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ બિલ ગેટ્સ સાથે ખિચડી બનાવતા જોવા મળી રહ્યા છે.
બિલ ગેટ્સ વિશ્વના સૌથી સમૃદ્ધિ વ્યક્તિઓ પૈકી એક છે. માઈક્રોસોફ્ટના માલિક તથા ગેટ્સ ફાઉન્ડેશન ઈન્ડિયાના કો-ચેરમેન તથા ટ્રસ્ટી બિલ ગેટ્સને સ્મૃતિ ઈરાની સાથે ખિચડી બનાવતા સોશિયલ મીડિયા પર તેમની ચર્ચા થઈ રહી છે. તાજેતરમાં જ મુંબઈમાં એક ઈવેન્ટ્સમાં બિલ ગેટ્સ આવેલા અને નરિશમેન્ટ કેમ્પેઈનમાં ભાગ લીધો.
કેમ્પેઈનથી બિલ ગેટ્સ સાથે એક વિડીયો
સ્મૃતિ ઈરાનીએ આ કેમ્પેઈનથી બિલ ગેટ્સ સાથે એક વિડીયો પોતાના ટ્વિટર હેન્ડલર પર શેર કર્યાં. વિડીયોમાં જોઈ શકાય છે કે બિલ ગેટ્સ સ્મૃતિ ઈરાનીની સાથે ખિચડી બનાવી રહ્યા છે. બિલ ગેટ્સે ખિચડીમાં તડકો લગાવ્યો. આ વિડીયોને પોસ્ટ કરી સ્મૃતિએ કેપ્શનમાં લખ્યું, ભારતના સુપર ફૂડ અને તેના પોષણ ઘટકની ઓળખ ધરાવે છે. બિલ ગેટ્સનો આ વિડીયો જોઈ સોશિયલ મીડિયા પર આ અંગે વ્યાપક પ્રમાણમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. લોકો તેની ખૂબ જ પ્રશંસા કરી રહ્યા છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button