
BIG BREAKING કોરોના રસી બનાવનાર રશિયન વૈજ્ઞાનિકનું ગળું દબાવી હત્યા
રશિયાની કોવિડ-19 રસી ‘સ્પૂતનિક વી’ પાછળના વૈજ્ઞાનિકોમાંના એક એન્ડ્રે બોટિકોવને તેમના નિવાસસ્થાને બેલ્ટ વડે ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. પોલીસે હત્યાના આરોપમાં એક આરોપીની ધરપકડ કરી છે. રશિયન મીડિયાના એક સમાચારમાં આ માહિતી આપવામાં આવી છે.
રશિયન સમાચાર એજન્સી તાસે રશિયન ફેડરેશનની તપાસ સમિતિને ટાંકીને જણાવ્યું હતું કે, ગામાલેયા નેશનલ રિસર્ચ સેન્ટર ફોર ઇકોલોજી એન્ડ મેથેમેટિક્સમાં વરિષ્ઠ સંશોધક તરીકે કામ કરતા 47 વર્ષીય બોટિકોવ ગુરુવારે તેમના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કોવિડ રસી પરના તેમના કાર્ય માટે 2021માં બોટિકોવને ‘ઓર્ડર ઑફ મેરિટ ફોર ધ ફાધરલેન્ડ’ એવોર્ડ એનાયત કર્યો હોવાનો અહેવાલ છે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button