
મનીષ સીસોદીયાને જામીન કે રિમાન્ડ ? થોડીવારમાં ફેસલો
દિલ્હી દારૂ નીતિ કેસમાં ધરપકડ કરાયેલા મનીષ સિસોદિયાને આજે રાઉઝ એવન્યુ કોર્ટેમાં હાજર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન CBIએ કોર્ટ સમક્ષ સિસોદિયાના વધુ 3 દિવસના રિમાન્ડ માગ્યા હતા. રિમાન્ડ વધારવાની માગણી પર કોર્ટ ટૂંક સમયમાં ચુકાદો આપશે. જ્યારે સિસોદિયાની જામીન અરજી પર નિર્ણય 10 માર્ચે આવશે.
27 ફેબ્રુઆરીએ કોર્ટે તેમને 5 દિવસના રિમાન્ડ પર મોકલ્યા હતા, જે આજે (4 માર્ચે) પૂરા થઈ રહ્યા છે. આ તરફ શુક્રવારે સિસોદિયાએ નીચલી કોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી. આ પહેલાં તેમણે જામીન માટે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો, પરંતુ SCએ તેમની અરજી ફગાવીને હાઈકોર્ટેમાં જવા કહ્યું હતું.
CBIએ 26 ફેબ્રુઆરીએ સિસોદિયાને 8 કલાકની પૂછપરછ બાદ ધરપકડ કરી હતી. 27 ફેબ્રુઆરીએ તેમને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. કોર્ટે સીબીઆઈને 5 દિવસની કસ્ટડી આપી હતી. 28 ફેબ્રુઆરીની સવારે કોંગ્રેસના નેતા અને વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ સિસોદિયાની ધરપકડ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. તેમણે કોર્ટને આ મામલે તાત્કાલિક સુનાવણી કરવા અપીલ કરી હતી, જેને કોર્ટે સ્વીકારી હતી.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button