
શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને લાલ-કાળી દ્રાક્ષનો શણગાર કરાયો
સાળંગપુરમાં વિરાજિત શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને આજે 1 હજાર કિલો લાલ અને કાળી દ્રાક્ષનો શણગાર અને અન્નકુટ ધરાવાયો છે. આ વિશેષ શણગાર અને અન્નકુટ શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીની પ્રેરણા અને કોઠારી વિવેકસાગર સ્વામીનના માર્ગદર્શનમાં કરાયો હતો. આજે સવારે 5.30 વાગ્યે મંગળા આરતી પૂજારી ડિ. કે. સ્વામી દ્વારા તથા શણગાર આરતી 7.00 કલાકે કોઠારી વિવેકસાગર સ્વામી દ્વારા કરવામાં આવી હતી. આજે લાખો ભક્તોએ દાદાના દર્શનનો લાભ લીધો હતો.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button