રાજકોટ સિવિલમાં સર્વર ડાઉન થતાં દર્દીઓનો દેકારો

રાજકોટ શહેરની મધ્યમાં આવેલ સિવિલ હોસ્પિટલમાં સૌરાષ્ટ્રભરમાંથી હજારો દર્દીઓ સારવાર લેવા આવે છે ત્યારે આજે તંત્રના વાંકે દર્દીઓને ભારે હાલાકી ભોગવી પડી હતી. સર્વર ડાઉન હોવાના કારણે કેસ નહીં નીકળતા દર્દીઓની લાંબી કતારો લાગી ગઈ હતી. સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં સૌરાષ્ટ્ર ભરમાંથી દરરોજ હજારો દર્દીઓ સારવાર લેવા માટે આવે છે. સિવિલ હોસ્પિટલનાં ઓપીડી વિભાગે કે ઈમરજન્સી વિભાગમાં સારવાર લેતા પહેલા કેસ બારી પરથી કેસ કઢાવવો ફરજિયાત છે અને રાજયની તમામ સિવિલ હોસ્પિટલની કેસબારીમાં કોમ્પ્યુટર મુકી દેવામાં આવ્યા છે અને ઓનલાઈ સર્વર સાથે કોમ્પ્યુટર લીંક કરવામાં આવ્યા છે. આજે સવારે સર્વર ડાઉન હોવાના કારણે કેસ બારી પરથી ઓનલાઈન કેસ નહીં નીકળતા દર્દીઓ અને તેમના સગા વ્હાલાઓની હાલાકી વધી ગઈ હતી. સર્વર ડાઉન હોવાના કારણે કેસ બારી પર દર્દીઓ અને તેમના સગા સંબંધીઓ કેસ કઢાવવા માટે એકઠા થઈ જતાં દેકારો બોલી ગયો હતો. સર્વર ડાઉન હોવાના કારણે ઓનલાઈન કેસ નહીં નીકળતા સિવિલ હોસ્પિટલનાં તંત્રએ કર્મચારી પાસે મેન્યુઅલ કેસ કાઢવાની કાર્યવાહી શરૂ કરી હતી. જેમાં વાર લાગતી હોવાના કારણે દર્દીઓમાં ભારે હોબાળો મચી ગયો હતો.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Button



जवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.