ઘરઆંગણે ભારતની સૌથી શરમજનક હાર

ઓસ્ટ્રેલિયાએ ચાર ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચમાં ઇન્દોર ખાતે ભારતને 9 વિકેટે હરાવ્યું છે. આ સાથે કાંગારું હવે શ્રેણીમાં 1-2થી પાછળ છે. તેમણે 6 વર્ષ પછી ભારતમાં ટેસ્ટ જીતીછે. આ પહેલાં ઓસ્ટ્રેલિયન ટીમે સ્ટીવ સ્મિથની જ કપ્તાનીમાં ફેબ્રુઆરી 2017માં પુણે ખાતે ભારતને 333 રને માત આપી હતી. શ્રેણીની અંતિમ ટેસ્ટ 9 માર્ચે અમદાવાદ ખાતે રમાશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પોતાના દમ પર પહોંચવા માટે ભારતે આ મેચ જીતવી જરૂરી બની ગઈ છે, જ્યારે ઓસ્ટ્રેલિયાએ ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી દીધું છે.

ઘરઆંગણે ભારતની સૌથી શરમજનક હાર
આ ભારતની ઘરઆંગણે સૌથી શરમજનક હાર છે. ભારતે આ મેચ 1135 બોલમાં ગુમાવી દીધી છે. આ પહેલાં ભારતે ક્યારેય આટલા ઓછા બોલમાં મેચ ગુમાવી નથી. આ સાથે 71 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો છે. 1951/52માં કાનપુર ખાતેની ટેસ્ટમાં ઇંગ્લેન્ડ સામે ભારતે 1459 બોલમાં ટેસ્ટ મેચ હારી હતી. ત્યારે રોહિત શર્માની કપ્તાનીમાં ભારતના નામે એક અણગમતો રેકોર્ડ બન્યો છે.

ઘરઆંગણે ભારતની સૌથી શરમજનક હાર, જ્યાં સૌથી ઓછા બોલમાં મેચનું રિઝલ્ટ વિરોધી ટીમના ફેવરમાં આવ્યું

કેટલા બોલમાં મેચ ગુમાવી વિરુદ્ધ વર્ષ સ્થળ
1135 ઓસ્ટ્રેલિયા 2023 ઇન્દોર
1459 ઇંગ્લેન્ડ 1951/52 કાનપુર
1474 વેસ્ટ ઇન્ડિઝ 1983/84 કોલકાતા
1476 ઓસ્ટ્રેલિયા 2000/01 મુંબઈ

ભારત 25 મહિના પછી ઘરઆંગણે ટેસ્ટ હાર્યું
ભારતીય ટીમ ઘરઆંગણે 25 મહિના પછી ટેસ્ટ હારી છે. આ પહેલાં ટીમ ઇન્ડિયાએ ઘરઆંગણે ઇંગ્લેન્ડ સામે ફેબ્રુઆરી 2021માં ચેન્નઈ ખાતે 317 રને મેચ ગુમાવી હતી.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.