
બેરોજગારીને લઈ રાજ્યના ચોંકાવનારા આંકડા આવ્યા સામે
ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રના છઠ્ઠો દિવસે બેરોજગારીને લઈ ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. રાજ્યના ફક્ત 6 જિલ્લામાં 61,058 બેરોજગારો નોંધાયા છે. જામનગર, દેવભૂમિ દ્વારકા, અમદાવાદ,ગાંધીનગર,જૂનાગઢ અને બનાસકાંઠા જિલ્લા માં 31 ડિસેમ્બર 2022 ની સ્થિતિએ 61,058 બેરોજગારો નોંધાયા છે. અમદાવાદ શહેરમાં જ 12 હજાર કરતાં વધુ શિક્ષિત બેરોજગાર નોંધાયા છે. જ્યારે 1205 અર્ધશિક્ષિત બેરોજગાર નોંધાયા છે. આ સાથે જ જૂનાગઢ જિલ્લામાં 10,323 બેરોજગાર જ્યારે બનાસકાંઠા જિલ્લામાં 9, 956 બેરોજગારો નોંધાયા છે. આ ઉપરાંત પાટનગર ગાંધીનગર જિલ્લામાં 3,707 શિક્ષિત બેરોજગારો જ્યારે 617 અર્ધશિક્ષીત બે રોજગારો નોંધાયા. જ્યારે ગાંધીનગર શહેરમાં 2 હજાર 291 શિક્ષિત બેરોજગાર અને 114 અર્ધશિક્ષીત બેરોજગારો નોંધાયા છે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button