અદાણી-હિંડનબર્ગ કેસમાં સુપ્રીમ કોર્ટ આજે આપશે ચુકાદો

અદાણી-હિંડનબર્ગ વિવાદ સંબંધિત અરજીઓ અને હાલના નિયમનકારી પગલાંને મજબૂત કરવા નિષ્ણાતોની સમિતિ પર સુપ્રીમ કોર્ટ આજે પોતાનો ચુકાદો સંભળાવશે. CJI DY ચંદ્રચુડ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ જેબી પારડીવાલાની બેન્ચે 17 ફેબ્રુઆરીએ આ મામલે ચુકાદો અનામત રાખ્યો હતો. અગાઉ, બેન્ચે નિષ્ણાતોના નામ ધરાવતા સીલબંધ કવરમાં કેન્દ્ર દ્વારા કરવામાં આવેલા સૂચનોને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. બેન્ચે દલીલ કરી હતી કે, તે રોકાણકારોની સુરક્ષા માટે પારદર્શિતા સુનિશ્ચિત કરવા માગે છે.

17 ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટમાં અદાણી-હિંડનબર્ગ કેસની સુનાવણી દરમિયાન સેબી તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલે સમિતિના સભ્યોના નામ અને સત્તાઓ અંગે ન્યાયાધીશોને સૂચનો રજૂ કર્યા હતા. સોલિસિટર જનરલે કહ્યું હતું કે, અમે ઈચ્છીએ છીએ કે આ મામલામાં સત્ય બહાર આવે પરંતુ તેની અસર બજાર પર ન થવી જોઈએ. પૂર્વ જજને દેખરેખની જવાબદારી સોંપવા અંગે કોર્ટે નિર્ણય લેવો જોઈએ. આના પર CJIએ કહ્યું હતું કે, તમે જે નામ આપ્યા છે તે અન્ય પક્ષને નહીં આપવામાં આવે તો પારદર્શિતા નહીં રહે. અમે આ મામલે સંપૂર્ણ પારદર્શિતા ઈચ્છીએ છીએ, તેથી અમે અમારી તરફથી એક કમિટી બનાવીશું. અમે ઓર્ડર અનામત રાખીએ છીએ.

10 ફેબ્રુઆરીએ કોર્ટે કહ્યું હતું કે- રોકાણકારોના હિતોનું રક્ષણ કરવું જરૂરી છે
અગાઉ, 10 ફેબ્રુઆરીએ, સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે, અદાણી જૂથના શેરમાં ઘટાડાની પૃષ્ઠભૂમિમાં બજારની અસ્થિરતાથી ભારતીય રોકાણકારોના હિતોનું રક્ષણ કરવાની જરૂર છે. કોર્ટે કેન્દ્રને નિયમનકારી મિકેનિઝમને મજબૂત કરવા માટે ભૂતપૂર્વ ન્યાયાધીશની અધ્યક્ષતામાં નિષ્ણાતોની એક પેનલ બનાવવા માટે વિચારણા કરવા જણાવ્યું હતું.

જણાવી દઈએ કે અત્યાર સુધી એડવોકેટ એમએલ શર્મા અને વિશાલ તિવારી, કોંગ્રેસ નેતા જયા ઠાકુર અને કાર્યકર્તા મુકેશ કુમાર દ્વારા સર્વોચ્ચ અદાલતમાં ચાર પીઆઈએલ દાખલ કરવામાં આવી છે. હિંડનબર્ગ રિસર્ચ દ્વારા અદાણી જૂથ સામે છેતરપિંડીભર્યા વ્યવહારો અને શેર-કિંમતની હેરાફેરી સહિતના અનેક આક્ષેપો કર્યા પછી શેરબજારોમાં ઘટાડો થયો હતો.

અદાણી જૂથે તેના પરના આરોપોને ખોટા ગણાવ્યા હતા
બીજી તરફ અદાણી ગ્રૂપે તેના પર લાગેલા આરોપોને ખોટા ગણાવ્યા છે અને કહ્યું છે કે તે તમામ કાયદાઓ અને ડિસ્ક્લોઝરની જરૂરિયાતોનું પાલન કરે છે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Button



जवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.