ફરી એક વખત Twitter થયું ડાઉન

ટ્વિટર (Twitter) ફરી એક વખત ડાઉન થઈ ગયું છે. છેલ્લા કેટલાક મહિનાઓથી સોશિયલ મીડિયામાં મહત્વનું પ્લેટફોર્મ ધરાવતુ ટ્વિટ અનેક વખત આઉટેજીસનો સામનો કર્યાંને કોઈ નવી વાત નથી. ટ્વિટરના CEO ઈલોન મસ્કે તાજેતરમાં જ કહ્યું હતું કે તેમની ટીમ કેટલીક સમસ્યાના ઉકેલને લઈ કામ કરી રહી છે. અલબત બુધવારે ફરી એક વખત વૈશ્વિક સ્તરે યુઝર્સ માટે વ્યાપક પ્રમાણમાં આઉટેજની સ્થિતિનો સામનો કરવો પડ્યો છે. આ સાથે #TwitterDown પણ પ્લેટફોર્મ પર ટ્રેડિંગ થઈ રહ્યું છે.

યુઝર્સને ટાઈમલાઈન પર પોસ્ટ એક્સેસ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ડાઉનડિટેક્ટરે પણ ટ્વિટર ડાઉનની પુષ્ટી કરી છે. ડાઉનડિટેક્ટરના જણાવ્યા પ્રમાણે ભારતીય સમય પ્રમાણે સાંજે 4 વાગ્યા આસપાસ આશરે 600 કરતા વધારે ફરિયાદ નોંધાવી હતી. મોટાભાગના યુઝર્સને પોતાના ફીડ લોડ કરવામાં વ્યાપક પ્રમાણમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે અન્ય કેટલાક યુઝર્સે વેબસાઈટ અને સર્વર કનેક્શનને લઈ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

પાંચ દિવસ અગાઉ પણ ડાઉન થયું હતું ટ્વિટર
અત્રે ઉલ્લેખનીય છે કે પાંચ દિવસ અગાઉ પણ ટ્વિટરની સર્વિસ ડાઉન થઈ ગઈ હતી, જે રાત્રે 10 વાગ્યા બાદ થઈ હતી. નવા ડાઉનને લઈ ટ્વિટરે હજુ સુધી કોઈ નિવેદન આપ્યું નથી. દરમિયાન અનેક ટ્વિટર યુઝર્સ પ્લેટફોર્મ પર મીમ્સ સાથે આઉટેજની ફરિયાદ કરી રહ્યા છે.

એપ અને બ્રાઉઝર બન્નેમાં આવી રહી છે મુશ્કેલી
ડાઉનડિટેક્ટર પ્રમાણે સાંજે 4 વાગ્યા બાદથી ટ્વિટર ડાઉનની 4,446 ફરિયાદ નોંધાઈ છે. યુઝર્સે એપ સાથે વેબ બ્રાઉઝર પર પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ડાઉનડિટેક્ટર પ્રમાણે મોટાભાગના યુઝર્સને એપમાં ટ્વિટ જોવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. યુઝર્સને ટાઈમલાઈન પર પોસ્ટ એક્સેસ કરાવમાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. યુઝર્સનું કહેવું છે કે એપ પર પેજ તથા ફીડ લોડ કરી શકાતો નથી.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Button



जवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.