આંગણવાડીઓ જર્જરિત હાલતમાં,નવીકરણનું કામ શરૂ થયું નથી

ડભોઇ તાલુકામાં આવેલી મોટાભાગની આંગણવાડીઓ જર્જરિત હાલતમાં હોવાના કારણે હાલ બાળકોને ક્યાંક ઓટલા પર તો ક્યાંક કોકના ઘરમાં બેસાડી આંગણવાડી ચલાવવાની ફરજ પડી રહી છે. દેશમાં વકરેલા બાળ મૃત્યુદર અને પ્રસુતિ દરમિયાન મહિલાઓના થતા મૃત્યુના દરોને ઘટાડવા નગરો મહાનગરો અને ગામડાઓમાં આંગણવાડીઓ કાર્યરત કરવામાં આવી છે. જે પાછળ સરકાર દ્વારા કરોડો રૂપિયાનું આંધણ કરવામાં આવી રહ્યું છે. છતાં સ્વાયત સંસ્થાઓ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના કુવહિવટને લઇ સરકારની યોજનાઓ સફળ જતી નથી.

ડભોઇ તાલુકામાં વર્ષ 2020ના લક્ષ્યાંકની 11 અને વર્ષ 2021-22ના લક્ષ્યાંકની 24 આંગણવાડીઓ મળી કુલ 35 આંગણવાડી ઓને મંજૂરીની મહોર મારી દેવામાં આવી છે. જેમા કેટલીક આંગણવાડીઓને બે વર્ષ ઉપરાંત તો કેટલીક આંગણવાડી ઓને દોઢ વર્ષ પૂર્ણ થઈ ગયું છતાં આજે પણ જર્જરિત, જોખમી આંગણવાડીઓમાં બાળકોને બેસાડવાની ફરજ પડી રહી છે. એટલું જ નહીં કેટલીક અતિ જોખમી આંગણવાડીઓ થઈ જતા આંગણવાડીના સંચાલક બહેનો દ્વારા ક્યાંક તેઓના ઘરમાં તો ક્યાંક કોઇકના ઓટલા પર બેસાડી આંગણવાડીઓ ચલાવવાની ફરજ પડી રહી છે. છતાં તંત્ર દ્વારા આ કામને કોઈ વેગ અપાતો નથી.

આંગણવાડીના નવીનીક૨ણ માટે બહા૨ પાડવામાં આવેલ મટીરીયલ્સ ઇજારાનું ટેન્ડર નિયામક દ્વારા જુનાગઢની ધનંજય કંપનીનું 11 માસથી મંજૂર કરીને મૂક્યું છે. જે ઇજારો પણ 31મી માર્ચના રોજ પૂર્ણ થવાના આરે છે, છતાં એક પણ આંગણવાડી માટે મટીરીયલ આજ દિન સુધી સપ્લાય થયેલ નથી.

એટલું જ નહીં મનરેગા તરફથી 5 લાખ તથા આઇસીડીએસ તરફથી 2 લાખ મળી 7 લાખ ની જોગવાઈ હોવા છતાં આંગણવાડીઓ બની નથી. આ અંગે સ્થાનિક કક્ષાએ તપાસ કરતા આઇસીડીએસ તરફથી બે લાખની ગ્રાન્ટ તાલુકા પંચાયતના હવાલે મુકવામાં આવી. નથી જેથી કામગીરી અટકી હોવાનું ગાણું ગવાઈ રહ્યું છે

હાલ જો મંજુર થયેલ 35 આંગણવાડીઓ પૈકી એક પણ આંગણવાડીના કામના શ્રી ગણેશ ન થયા હોય સરકારના 2 કરોડ 45 લાખ હાલ વેડફાઈ રહેલા જોવા મળી રહ્યા છે. તો તે માટે જવાબદાર કોણ? સમગ્ર મામલે અધિકારી સાથે વાત કરતા આ બાબતે કોઈ માહિતી અધિકારી પાસે ન હોવાનું જાણવા મળ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વિકાસ તેમજ લોકભોગ્ય કામો સુવિધાઓ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. પરંતુ સરકાર દ્વારા નીમેલ એજન્સીઓ અને સ્થાનિક સ્વરાજ્યની કચેરીઓના કુવહીવટને લઈ સરકારની યોજનાઓ પર પાણી ફરતું જોવા મળી રહ્યું હોવાનો દાખલો ડભોઈ તાલુકામાં સામે આવ્યો છે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.