
કુતરું કરડ્યું નહી હોવા છતાં હડકવાથી 5 વર્ષની બાળકીનું મોત
સુરતમાં છેલ્લા કેટલાક સમયથી બાળકોને શ્વાન કરડવાંના બનાવો સામે આવી રહ્યાં છે. આ વચ્ચે એક વિચિત્ર કિસ્સો આમે આવ્યો છે. છ મહિના પહેલા ચાલતા ચાલતા પડી ગયેલી બાળકીને કપાળના ભાગે ઈજા થઇ હતી. જે બાદ થોડા દિવસો પહેલા બાળકીને હડકવાના લક્ષણો દેખાતા હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યાં બાળકીનું મોત નીપજ્યું હતું. બાળકીના માથે ઈજા પહોચેલા ભાગ પર કોઈ રીતે કુતરાની લાળ લાગી હોવાથી હડકવા થયો હોવાની આંશકા વ્યક્ત કરાઈ છે.
સુરતના રાંદેર વિસ્તારમાં પાલનપુર જકાતનાકા પાસે જૈનીશભાઈ પત્ની અને 5 વર્ષની દીકરી સાથે રહે છે અને શો રૂમમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. અંદાજીત 6 મહિના પહેલા તેઓ પોતાની દીકરી સાથે પગપાળા જતા હતા તે દરમિયાન બાળકીની પાછળ શ્વાન દોડતા તે પડી ગઇ હતી અને માથામાં સામાન્ય ઈજાઓ થઇ હતી. આ દરમિયાન બાળકીના પિતા ત્યાં આવી ગયા હતા અને શ્વાનને ત્યાંથી ભગાડ્યો હતો. બાળકીને માથામાં સામાન્ય ઈજા હોય તેણીને હોસ્પિટલ લઇ જવામાં આવી હતી અને જરૂરી સારવાર અને ઈન્જેકશન આપવામાં આવ્યું હતું.
છેલ્લા બે ત્રણ દિવસથી બાળકીનીન તબિયત લથડી હતી. જેથી તેણીને સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઈ જવાતા બાળકીને હડકવાના લક્ષણો હોવાનું બહાર આવ્યું હતું અને ત્યારબાદ બાળકીને સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યાં સ્મીમેર હોસ્પિટલમાં બાળકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. વધુમાં મળતી માહિતી મુજબ બાળકી હવા અને પાણીથી ગભરાતી હતી. બાળકીને કુતરું કરડ્યું ન હતું પરંતુ બાળકી પડી હોય ત્યારે કુતરાની લાળ ઈજાના ભાગે લાગી હશે. જેથી તેણીને 6 મહિના બાદ હડકવાના લક્ષણો જોવા મળ્યા હતા. બીજી તરફ બાળકીના મોતના પગલે પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button