
કેએલ રાહુલ-આથિયા શેટ્ટીએ કર્યા બાબા મહાકાલના દર્શન
ભારતીય ક્રિકેટર કેએલ રાહુલ અને ફિલ્મ અભિનેત્રી આથિયા શેટ્ટી 23 જાન્યુઆરીના રોજ લગ્નના બંધનમાં બંધાયા હતા. રવિવારે સવારે તેઓ મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં આવેલ બાબા મહાકાલના દરબારમાં પહોંચ્યા હતા અને જ્યાં તેમણે ભસ્મ આરતીમાં ભાગ લીધો હતો. બંનેએ ગર્ભગૃહમાંથી પૂજા-અર્ચના કરી અને મહાકાલના આશીર્વાદ લીધા હતા.
મંદિરના આશિષ પૂજારીએ જણાવ્યું કે, ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી કેએલ રાહુલ અને ફિલ્મ સ્ટાર સુનીલ શેટ્ટીની પુત્રી લગ્ન બાદ પહેલીવાર બાબા મહાકાલના દરબારમાં પહોંચ્યા છે. આશિષ પૂજારીના જણાવ્યા અનુસાર, તેમણે વિશ્વના કલ્યાણની કામના કરી છે અને બાબા મહાકાલથી ભારતીય ક્રિકેટ ટીમ વિશ્વની સૌથી મોટી ક્રિકેટ ટીમ બને તેવી પણ કામના કરી છે. કેએલ રાહુલ અને આથિયાએ મહાકાલ મંદિરની મુલાકાત દરમિયાન મીડિયાથી અંતર રાખ્યું હતું.

23મી જાન્યુઆરીના રોજ આ કપલે સુનીલ શેટ્ટીના ખંડાલા સ્થિત ફાર્મહાઉસ ખાતે લગ્ન કર્યા હતા. લગ્નની તમામ વિધિ પૂર્ણ કર્યા પછી બંનેએ મીડિયા સામે પોઝ આપ્યા હતા. તેમજ કપલે સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો પણ શેર કરી હતી.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button