
સાઉથ કોરિયન એમ્બેસીએ કર્યું નાટૂ-નાટૂ પર પરફોર્મ
RRRનું ‘નાટૂ-નાટૂ’ સોન્ગ એવરગ્રીન બની ગયું છે. નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે વિવિધ એવોર્ડ જીત્યા બાદ આ ગીતે નવી દિલ્હીમાં સાઉથ કોરિયન એમ્બેસીનું પણ મનમોહી લીધું છે. આ ટીમે તાજેતરમાં આ ગીત પર પરફોર્મન્સ આપતો એક વીડિયો સોશિયલ મીડિયા પર મૂક્યો છે. જેના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પણ રિએક્શન આવ્યું છે.
Naatu Naatu પર પરફોર્મન્સ
આ ગીત પરના પરફોર્મન્સ અંગે સાઉથ કોરિયન એમ્બેસીએ કહ્યું કે, આ કોરિયન એમ્બેસીનું ભારતમાં નાટૂ-નાટૂ RRR ડાન્સ કવર છે.તેમણે એક ટ્વીટમાં કહ્યું, “તમે નાટૂને જાણો છો? અમે તમારી સાથે કોરિયન એમ્બેસેડર ચાંગ જે-બોક અને એમ્બેસી સ્ટાફ સાથે નાટૂ-નાટૂ શેર કરવામાં આનંદ અનુભવીએ છીએ!!”
ત્રેપન સેકન્ડના આ વીડિયોમાં કોરિયન અને ભારતીય બંને કામદારો ગીત સાંભળી રહ્યા છે. ભારતમાં દેશના રાજદૂત ચાંગ જે-બોક પણ દેખાય છે, જ્યારે તેઓ RRRના મુખ્ય કલાકારો રામ ચરણ અને જુનિયર NTR પર ચિત્રિત ગીત ‘નાટૂ-નાટૂ’નો હૂક સ્ટેપ કરે છે.
PM મોદીની ટ્વીટ
કોરિયન એમ્બેસી ટીમ માટે સારા સમાચાર છે. ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમના પરફોર્મન્સથી ઈમ્પ્રેસ થયા છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું, આ એક લાઈવલી અને ગમી જાય એવો ટીમ એફર્ટ છે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button