
માતૃભાષા મહોત્સવ, પોરબંદરમાં કવિસંમેલન, સાહિત્ય રસિકોને આમંત્રણ
- નવરંગ સંસ્થા, રોજગાર કચેરી અને સાહિત્ય અકાદમી દ્વારા માતૃભાષા દિન ઉજવાશે.
- સાહિત્ય રસિકોને ઉપસ્થિત રહેવા જાહેર આમંત્રણ
વિશ્વભરમાં 21મી ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે તે અંતર્ગત પોરબંદરમાં પણ ગુજરાત સાહિત્ય અકાદમી, જિલ્લા રોજગાર કચેરી અને નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાન પોરબંદરના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા મહોત્સવ ઉજવણી કાર્યક્રમ અંતર્ગત વ્યાખ્યાન અને મુશાયરાનું સુંદર આયોજન કરવામાં આવેલ છે.
ગુજરાત સાહિત્ય અકાદમી, જિલ્લા રોજગાર કચેરી પોરબંદર અને નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાન દ્વારા આગામી તા. 21/2/2023 મંગળવારે સાંજે 6:00 કલાકે ગોઢાણીયા કોલેજ પોરબંદર ખાતે વ્યાખ્યાન અને કવિ સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે અધિક કલેક્ટર રેખાબા સરવૈયા, મુખ્ય વક્તા તરીકે ઇતિહાસવિદ નરોતમભાઈ પલાણ, જાણીતા લેખક દુર્ગેશભાઈ ઓઝા, કવિઓ હિરજી સિંચ, પરીક્ષિત મહેતા અને કિશન દાવડા વગેરે ઉપસ્થિત રહી આપણી માતૃભાષાને પોતાના શબ્દપુષ્પોથી વધાવશે.
આ માતૃભાષા મહોત્સવ કાર્યક્રમમાં પોરબંદરના સૌ કલા અને સાહિત્ય રસિકોને ઉપસ્થિત રહી માતૃભાષાને માન આપવા વ્યાખ્યાન અને મુશાયરાની મોજ માણવા ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર ડો. જ્યેન્દ્રસિંહ જાદવ, જિલ્લા રોજગાર અધિકારી દિનેશ પરમાર, નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાનના પ્રમુખ લાખણશી ગોરાણીયા અને મંત્રી ડો. સ્નેહલ જોશીએ જાહેર આમંત્રણ પાઠવ્યું છે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button