લોક ભૂલો ડિજિટલ નથી, ગંભીર સજાઓ સાઇબર ક્રાઇમમાં છે, જાણો આ ખાસ લેખ

ઓનલાઇન જુગાર, ઓનલાઇન સેક્સ, ઓનલાઇન બ્લેકમેઈલિંગ જેવા કિસ્સાઓ બાદ facebook ઉપર એક ઓનલાઇન અતિક્રમણ શરૂ થયું છે, જેમાં કોઈ એક વ્યક્તિના કોન્ટેક્ટ નંબર હોય, કોઈ બીજી વ્યક્તિની પ્રોફાઈલ હોય, કોઈ અલગ જ વ્યક્તિનો ફોટો હોય અને સંપૂર્ણ પ્રોફાઈલ કમ્પ્લેટ હોય.

આવી આઈડીઓ ‘ફેક આઇડી’ શ્રેણીમાં આવે છે, આવી આઈડીઓ ના કોન્ટેક્ટમાં પ્રસિદ્ધ ચેનલો, જ્યોતિષીઓ, કથાકારો, બ્લોગરો, લેખકો અથવા અન્ય પ્રસિદ્ધ હસ્તીઓના ફોન નંબર્સ, અન્ય સોશિયલ પ્લેટફોર્મ વગેરે હોય છે.

આવું અગર આપના સાથે થયું છે તો cyber crime police સેવાનો લાભ લેવો જોઈએ, આવી પ્રોફાઈલની લિંક, સ્ક્રીનશોર્ટ અને અન્ય જરૂરી પુરાવાઓ સાથે નજીકનાં સાઈબર ક્રાઇમ પોલીસ મથકનો સંપર્ક સાધવો જોઈએ.

આનાથી નુકશાન એ થાય છે કે તેને હળવાશ થી, લેવાથી આપના બેન્ક એકાઉન્ટ્સ, આપની પ્રસિદ્ધિ અને આપની વિશ્વસનીયતા ને ગંભીર હાની પહોંચે છે, સાઇબર ક્રાઇમમાં ફરીયાદ કરતા પહેલાં એક વખત આપની આપની સાથે આવું કાંઈક અસ્વીકારનીય બન્યું છે તેવી જાણ કરતી પોસ્ટ જેતે સોશિયલ પ્લેટફોર્મ પર કરવી જેથી તમારા નામ, કોન્ટેક્ટ્સ કે અન્ય સામગ્રીઓનો આપના કોઈ નજીકનાં વ્યક્તિ, સ્નેહી કે તેમનાં કોઈ ચિત પરિચિતે તેમ કર્યું હોય તો તેને ભૂલ સુધારવાની તક મળે, બીજું કે કેટલાંક લોકો સાઇબર ક્રાઇમમાં ફરીયાદ તો નોંધાવતા હોય છે પાછળથી તેઓ તેમની જ અરજીઓ પાછી ખેંચાવતા હોય છે.

ભારતનો સાઈબર ક્રાઇમ પોલીસ વિભાગ અત્યંત સક્રિય અને ખુબજ ઝીણવટથી સાઈબર ગુન્હાઓ શોધે છે પરંતુ મોટાભાગે અરજદાર અરજીઓ પરત લેતા હોવાથી તેમની મહેનત પર પાણી ફરી વળે છે, જેથી સાઇબર ક્રાઇમ પોલીસ પાસે ગયા બાદ ગુન્હાનો ઉકેલ ન આવે ત્યાં સુધી પોલીસને કાયદાકીય તમામ મદદ કરવી જોઈએ અને ગુન્હો ડીટેક્ટ થાય પછી એ તમારા નજીકનો કોઈ હોય તો પણ તેના પર કાયદેસરની કાર્યવાહી થવામાં બાધા ન બનવું જોઈએ.

સાવધાની રાખવા જેવી બાબત

 • યુઝર્સને પૂરતું કાયદાકીય કે ઇન્ટરનેટનું જ્ઞાન ન હોય તો તેમણે તેમનો આધાર નંબર, પાન નંબર, મોબાઈલ નંબર કે રાશનકાર્ડનો બારકોર્ડ કોઈને ન આપવો.
 • મોબાઈલ સાથે કોઈને છેડછાડ કરવા દેવી જોઈએ નહીં
 • આડેધડ આવતા ઓટીપી ગમે તેને શેર કરવા જોઈએ નહીં
 • જ્યાં ત્યાં ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કરવા જોઈએ નહીં
 • કોઈ અનજાન અપરિચિત વ્યક્તિને આધાર કાર્ડ નંબર કે અન્ય જાણકારીઓ આપવી પડે તેવી સ્થિતિ હોય તો તેવા વ્યક્તિની સંપૂર્ણ જાણકારી ધરાવતા પહેલાં તેને તેવી માહિતી કે ડોક્યુમેન્ટ આપવા જોઈએ નહીં
 • બાળકોને કે અડોશ પડોશના વ્યક્તિઓને ઓટીપી સંબંધિત માહિતી આપવી જોઈએ નહીં
 • જુદા જુદા ડિવાઇસ કે અન્ય પ્લેટફોર્મ પર સોશિયલ ના એકાઉન્ટ ઓપન કરવા જોઈએ નહીં, અગર ઓપન કરવા અનિવાર્ય હોય તો આપના મેઇલ કે અન્ય એકાઉન્ટમાં ‘ટુ સ્ટેપ વેરિફિકેશન’ કરી રાખવું જોઈએ.
 • ફેસબુક આઇડી કે અન્ય આઇડીઓમાં પાસવર્ડ ભૂલી જતાં વધારાના એકાઉન્ટ ક્રિએટ કરવા જોઈએ નહીં.
 • ડિજિટલ માધ્યમોના જ્ઞાનવૃધ્ધીમાં દિલચસ્પી રાખવી જોઈએ
 • આડેધડ લિંક, સેક્સ લુભાવન લિંક, રોજગાર, જુગાર, પરીવારના સદસ્ય બનો, વિદેશમાં નોકરી કરો, લખપતી બનો જેવા વાક્યો ધરાવતી લિંક પોતાના મોબાઈલમાં ક્યારેય ઓપન કરવી જોઈએ નહીં.
 • જિલ્લા અને ગ્રામ્ય સ્તરે સાઇબર ક્રાઇમ પોલીસ આયોજીત માર્ગદર્શન શિબિરોમાં અચૂકપણે જવું જોઈએ, અને પોલીસની સેવાનો, માર્ગદર્શનનો પૂરતો લાભ લેવો જોઈએ, જો અગાઉ ઓનલાઇન જુગાર કે સેક્સ જોવા ટેવાયેલા હોવ તો સંકોચ વિના આવી શિબિરોમાં પોલીસ સાથે વાતચીત કરીને વધુ સજાગ કેમ બની શકાય એ જાણકારી પ્રાપ્ત કરવી જોઈએ.
 • ઇન્ટરનેટ પર ફાવતું હોય તો ઓનલાઇન સાઈબર ક્રાઇમ પોલીસની વેબસાઈટ્સ પરથી માર્ગદર્શન મેળવતા રહેવું જોઈએ.

અંતમાં ગુન્હો નાનો હોય કે મોટો ગુન્હો એ ગુન્હો છે એવું ચુસ્તપણે માનવું જોઈએ અને પોલીસને હંમેશા મદદ કરવી જોઈએ, પોલીસમાં કોઈ આપની સાથે વગર કારણે ઉદ્ધતાઈ કરતું હોય તો પણ ત્યારે તેને જાણમાં હોય તેવી જાણકારીઓ આપવી જોઈએ, બાદમાં તેવી ઉદ્ધતાઈની ફરીયાદ પણ નોંધાવવી જોઈએ

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

 • ભાજપ (47%, 8 Votes)
 • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
 • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.