પેપરલીક કરનારા સામે કડક કાયદો ઘડાશે, 10 વર્ષની સજા અને 1 કરોડના દંડની જોગવાઈ

રાજ્ય સરકાર આગામી બજેટ સત્ર દરમિયાન જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિ આચરનાર લોકો માટે નવો કાયદો બનાવવા જઇ રહી છે.વિધાનસભામાં ગુજરાત જાહેર પરીક્ષા ગેરરીતિ અટકાવવા બાબત વિધયક 2023 પસાર કરવામાં આવશે. આ વિધાયકમાં પેપર લીક (Paper Leak) કાંડ અટકાવવા માટે કેટલાક કડક કાયદાની જોગવાઈ કરવામાં આવી છે.

ગેરરીતિ આચરણ સામેની જોગવાઈ: ગેરરીતિ એટલે પરીક્ષાર્થી સહિત કોઈ વ્યક્તિના સંબંધમાં ખોટું નામ ધારણ કરવું અથવા પ્રશ્નપત્ર થોડું અથવા ફોડવાનો પ્રયત્ન કરો અથવા ફોડવાનું કામ હતું કરવું જ્યારે અનઅધિકૃત રીતે પ્રશ્નપત્ર મેળવવું અથવા મેળવવાનો પ્રયત્ન કરવો અથવા કબજો લેવો અથવા કબજો લેવાનો પ્રયત્ન કરવો સાથે જ અનઅધિકૃત રીતે પ્રશ્નપત્ર હલ કરવું અને હલ કરવાનો પ્રયત્ન કરવો તથા હલ કરવા મદદ માંગવી આ તમામનો સમાવેશ કેરિતીમાં કરવામાં આવ્યો છે.

ઉમેદવારો સામે ફોજદારી ગુનાની જોગવાઈ: ગેરરીતિથી આચરનાર કોઈપણ પરીક્ષાથી ત્રણ વર્ષની મુદત સુધી કેદની સજા અને એક લાખ રૂપિયાથી ઓછા નહીં તેટલા દંડને પાત્ર ગણાશે. દંડની ચુકવણીમાં ચૂક થાય તેવા કિસ્સામા ઉમેદવારો વિરુદ્ધ ફોજદારી અધિનિયમ 1973ની જોગવાઈ અનુસાર કેદની શિક્ષા પણ થઈ શકશે.

સત્તામંડળો માટે સજાની જોગવાઈ: હવે કોઈપણ વ્યક્તિ તપાસ ટીમના કોઈપણ સભ્ય સુપરવાઇઝર કર્મચારી વર્ગ પરીક્ષા સત્તામંડળ અધિકારી અથવા પરીક્ષા સત્તામંડળ દ્વારા નિમાયેલી વ્યક્તિને ફરજ બજાવા માટે અથવા કોઈ પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ કરતા અવરોધે અથવા ધમકાવે તો તેવા વ્યક્તિને ત્રણ વર્ષ સુધીની મુદતની જેલ અને એક લાખ રૂપિયાની ઓછા નહીં તેટલો નાણાકીય દંડને પાત્ર થશે અને દંડની ચુકવણીમાં જો ચૂક થાય તો ફોજદારી કાર્યરીતિ અધિનિયમ 1973 ની જોગવાઈ અનુસાર જેલની સજા પણ થઈ શકશે.

10 વર્ષની સજા અને 1 કરોડના દંડની જોગવાઈ
પરીક્ષાની કામગીરી સાથે સંકળાયેલો હોય કે ન હોય તેવા વ્યક્તિ પેપર ફોડવામાં કાવતરું ઘડે અને સાબિત થાય તેવા વ્યક્તિને વધુમાં વધુ 10 વર્ષની સજા અને ઓછામાં ઓછી 5 વર્ષની સજાની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત દંડની જોગવાઈની વાત કરીએ તો ઓછામાં ઓછા 1 લાખ અને વધુમાં વધુ 1 કરોડ દંડની જોગવાઈ કરવામાં આવી છે.

દોષિતની મિલકત જપ્ત કરવામાં આવશે: પેપર લીક કાંડમાં સંડોવાયેલા કોઈ પણ વિદ્યાર્થીઓ દોષિત હશે તો તે બે વર્ષ સુધી સરકારની કોઈ પણ પરીક્ષા આપી શકશે નહીં. આ ઉપરાંત આરોપીની મિલકતની જપ્તી અને ટાંચમાં પણ લેવામાં આવશે, જ્યારે જો કોઈ વ્યક્તિ દોષિત જણાય તો પરીક્ષાને લગતા તમામ ખર્ચ અને નાણાં ચૂકવવા માટે વ્યવસ્થાપક મંડળ વગેરેને જવાબદારી માટેની પણ જોગવાઈ કરવામાં આવી છે.

પેપરલીક બિન જમીનપાત્ર ગુનો ગણાશે: પેપર લીક માટેના સરકારના નવા વિધયકમાં ગુનેગારો માટે કેટલીક જોગવાઈ કરવામાં આવી છે. અત્યાર સુધી પેપર લીક કાંડમાં સંડોવાયેલા લોકો જમીનપાત્ર ગુના હેઠળ જમીન મેળવતા હતા. નવા વિધાયકમાં પેપર લીક કરવાના ગુનામાં સંડોવાયવલ આરોપીઓને જમીન નહીં મળે. વિધયકમાં પેપર લીક કરવું બિન જામીન પાત્ર ગુનો ગણવામાં આવશે. આ ગુનો બિન માંડવાળપાત્ર ગુનો ગણવામાં આવશે.

પેપરલીકમાં કોણ કરશે તપાસ: વિધયકમાં તપાસ અધિકારી માટેની જે જોગવાઈ કરવામાં આવી છે તેમાં પેપર લીક કાંડની તપાસ નાયબ પોલીસ અધિકારી કક્ષાના અધિકારી કરી શકશે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Button



जवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.