
૧૭ ફેબ્રુઆરીએ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસે કેબિનેટ મંત્રીશ્રી મુળુભાઇ બેરા
- ખંભાળિયા તાલુકાના દાત્રાણા ખાતેથી મંત્રીશ્રી મુળુભાઇ સુજલામ સુફલામ જળ અભિયાનનો કરાવશે પ્રારંભ
- મંત્રીશ્રી જામ ખંભાળિયા જનરલ હોસ્પિટલ ખાતે અદ્યતન લેબોરેટરી તથા ટ્રોમા સેન્ટરનું ખાતમુહૂર્ત કરશે
પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, કલાઇમેન્ટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી મુળુભાઇ બેરા તા.૧૭ ફેબ્રુઆરીના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે. ચોમાસાના પાણીનો ભૂગર્ભ જળ સંચય કરવા માટે રાજ્ય સરકારશ્રી દ્વારા સુજલામ સુફલામ્ જળ અભિયાન શરૂ કરવામાં આવેલ છે. જે અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તા. ૧૭ ફેબ્રુઆરીથી પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, કલાઈમેન્ટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી મુળુભાઇ બેરા ખંભાળિયા તાલુકાના દાત્રાણા ખાતે સવારે ૯:૩૦ કલાકે સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૩નો પ્રારંભ કરાવશે. ત્યારબાદ જામ ખંભાળિયા ખાતે આવેલ જનરલ હોસ્પિટલમાં અદ્યતન લેબોરેટરી તથા ટ્રોમા સેન્ટરનું ખાતમુહૂર્ત કરી સર્કિટ હાઉસ ખાતે લોક સંવાદ યોજશે. તેમજ ભાણવડ ખાતે તાલુકા આયોજનની બેઠકમાં હાજર રહેશે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button