
હોસ્પિટલમાં સ્વચ્છતા અભિયાન, ગ્રામરક્ષક દળની ભરતી, અંધશ્રદ્ધા સામે જાગૃતિ લાવવા વહીવટી તંત્ર જાગૃત
સ્વચ્છ ભારત મિશનને સાર્થક કરવા સામૂહિક પ્રયાસ ખૂબ જ જરૂરી છે. સ્વચ્છતા ત્યાં પ્રભુતા સૂત્રને ધ્યાનમાં રાખીને પોરબંદર ખાતે આવેલ ભાવસિંહજી જનરલ હોસ્પિટલ અને એમ.આર. જનરલ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા મિશન અંતર્ગત હોસ્પિટલના દરેક વિભાગ તથા લોબી અને ગ્રાઉન્ડની વ્યવસ્થિત ક્લીનિંગ અને સાફ સફાઈની ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી. હોસ્પિટલમા આવતા દર્દીઓ, મુલાકાતિઓને તંદુરસ્ત વાતાવરણ મળે, દાખલ દર્દી વહેલા સાજા થઈ જાય અને દર્દીઓના સગાઓને પણ કોઈ જાતની અગવડતા ન પડે, હોસ્પીટલનું વાતાવરણ આરોગ્યમય રહે તે માટે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું.
જ્યાં ત્યાં ગંદકી ન ફેલાય, હોસ્પિટલમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે મુલાકાતીઓ પણ સહયોગ આપે તે પણ ખૂબ જ જરૂરી હોય છે. જ્યાં ત્યાં થૂકવાથી કે કચરો કરવાથી બીમારી ફેલાતી હોય છે. જેથી હોસ્પિટલમાં આવતા મુલાકાતીઓનો પણ સ્વચ્છતા જાળવવામા સહયોગ મળે તે ઈચ્છનીય છે.
પોરબંદર જિલ્લામાં ગ્રામરક્ષક દળ માટે તા.૨૫ સુધીમાં અરજી કરી શકાશે
- ગ્રામરક્ષક દળ માટે ફક્ત ગ્રામ્ય વિસ્તારના ઉમેદવારો જ અરજી કરી શકશે
પોરબંદર જિલ્લાના પોરબંદર, રાણાવાવ તથા કુતિયાણાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ગ્રામરક્ષક દળ (મહિલા તથા પુરુષ) માટે ભરતી કરવા અંગે ફોર્મ પોલીસ હેડક્વાર્ટર પોરબંદર, પોલીસ સ્ટેશન રાણાવાવ તથા કુતિયાણા ખાતેથી તા. ૨૫ ફેબ્રુઆરી સુધીમાં મેળવી ઉપરોક્ત કચેરી ખાતે જમાં કરાવવાના રહેશે. તેમજ તા.૨૮ ફેબ્રુઆરીના સવારે ૯ કલાકે પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ઇન્ટરવ્યૂ યોજવામાં આવશે જેમાં ઉમેદવારોએ સ્વખર્ચે હજાર રહેવાનું રહેશે. ગ્રામરક્ષક દળ માટે ફક્ત ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ઉમેદવારો જ અરજી કરી શક્શે તેમ પોલીસ અધિક્ષકશ્રી પોરબંદરની યાદીમાં જણાવાયું છે.
પોરબંદર જિલ્લામાં અંધશ્રદ્ધા સામે જાગૃતિ લાવવા જિલ્લા વહીવટી તંત્રની પહેલ
ab2news ઈમ્પેક્ટ: જિલ્લા કલેકટર શ્રી અશોક શર્માના માર્ગદર્શન હેઠળ જન જાગૃતિના કાર્યક્રમોમાં શેરી નાટક તેમજ આરોગ્ય સેવા જાણકારી વિષયક કાર્યક્રમોનું ગ્રામ્ય વિસ્તારમાં આયોજન: જિલ્લા આરોગ્ય શાખા દ્વારા લોકોને સમજૂત કરવામાં આવશે
- આવતીકાલ તા.૧૭ થી ૨૨ ફેબ્રુઆરી સુધી પ્રથમ તબક્કામાં ૧૮ ગામોમાં લોક જાગૃતિના કાર્યક્રમ યોજાશે
- મીડિયા અને માહિતી ખાતાના સહયોગથી પોરબંદર જિલ્લાના ગામે ગામ લોકોમાં જાગૃતિ આવે તે માટે આરોગ્ય વિષયક સહિત સેવાઓના પ્રચાર પ્રચારનું અભિયાન
- પોરબંદર જિલ્લામાં અંધશ્રદ્ધા સામે જાગૃતિ લાવવા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં તા. ૧૭ ફેબ્રુઆરીથી તા. ૨૨ ફેબ્રુઆરી સુધી જિલ્લા કલેકટરશ્રી અશોક શર્માના માર્ગદર્શન હેઠળ જાગૃતિના કાર્યક્રમો અંતર્ગત શેરી નાટક તેમજ આરોગ્ય સેવા જાણકારી વિષયક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
આ આયોજનમાં તા. ૧૭-૦૨-૨૦૨૩ના રોજ ચુનારવાસ કુતિયાણા, ટીંબીનેસ, સારણનેસ, હામદપરા અને બાલોચ, તા. ૧૮-૦૨-૨૦૨૩ના રોજ કંટોલ, અમિપુર, છત્રાવા, નવીબંદર, ચિત્રાકેડા, તા. ૧૯-૦૨-૨૦૨૩ના રોજ મિત્રાળા, એરડા,માધવપુર -૨, મોચા, મંડેર, તા. ૨૦-૦૨-૨૦૨૩ના રોજ જાંબુ, ઠોયાણા , વાડોત્રા, ઝારેરાનેસ, સાતવીરડાનેસ, તા. ૨૧-૦૨-૨૦૨૩ના સીમર, ઇશ્વરીયા, રોજીવાડા, ખાંભોદર, મજીવાના તેમજ તા. ૨૨-૦૨-૨૦૨૩ના રોજ મિયાણી, બરડિયા, હાથીયાણી, કોલીખાડા અને વિંજરાણા ખાતે આરોગ્ય વિષયક લોકજાગૃતિ માટેના નાટક યોજાશે.
પોરબંદર જિલ્લાના ગામે ગામ લોકોમાં જાગૃતિ આવે તે માટે આરોગ્યવિષયક સહિત સેવાઓના પ્રચારનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં મીડિયા તેમજ માહિતી ખાતાનો સહયોગ લઈ લોકજાગૃતિમાં સૌનો સહકાર મેળવી લોકોમાં અંધશ્રદ્ધા સામે જાગૃતિ આવે તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
આ કાર્યક્રમમાં કલેકટર શ્રી ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારી શ્રી, મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીનું પણ માર્ગદર્શન મળ્યું છે અને વધુમાં વધુ લોકજાગૃતિ આવે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આરોગ્યની ટીમ પ્રયત્ન કરી રહી છે. આ કાર્યક્રમનું સંકલન જિલ્લા માહિતી કચેરી કરી રહી છે તેમ આરોગ્ય અધિકારી ડો.કરમટા એ જણાવ્યું હતું.
પોરબંદરના કેરાળા બ્રાન્ચ ખાતેથી સુજલામ સુફલામ જળ અભિયાનનો પ્રારંભ કરાશે
સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૩ અંતર્ગત ગુજરાતમાં જળસંચય માટે રાજ્ય સરકાર દ્વારા તળાવો, ચેક ડેમો ઊંડા કરવા માટેનું મહાઅભિયાન હાથ ધરાઇ રહ્યું છે. ત્યારે આવતી કાલે તા.૧૭ ના રોજ પોરબંદરના કેરાળા ખાતે સાંસદ શ્રી રમેશભાઈ ધડુકના, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, ધારાસભ્યશ્રી સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં સુજલામ સુફલામ જળ અભિયાનનો પ્રારંભ થશે ત્યાર બાદ બાપોદર મહેર સમાજ ખાતે કાર્યક્રમ યોજાશે.
પાણીના ટીપે ટીપાથી બને છે મહાસાગર, પાણીથી જ થાય છે જીવન ઉજાગર. ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમા રહે, વરસાદનું પાણી વહી ન જાય તેનો સંગ્રહ કરી શકાય તથા તળાવો, ચેક ડેમો અને નહેરોની સફાઈ કરવાના મહા અભિયાનના શુભારંભના ભાગરૂપે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ પોરબંદરના કેરાળા બ્રાન્ચ ખાતે સુજલામ સુફલામ જળ અભિયાનનો પ્રારંભ કરાશે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button