બાલાસિનોરમાં પૂરપાટ કાર લગ્નના વરઘોડામાં ઘૂસી, બેના મોત, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

મહિસાગર જિલ્લાના બાલાસિનોરના એક ભયાનક સીસીટીવી સામે આવ્યા છે. એક પૂરપાટ ઝડપે જતી કાર લગ્નના વરઘોડામાં ઘૂસી ગઈ હતી. વરઘોડામાં નાચતા જાનૈયાઓ પર કાર ફરી વળતા બે લોકોના મોત નીપજ્યાં હોવાના અહેવાલ છે. બનાવની જાણ થતા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. બનાવની પ્રાપ્ત વિગત અનુસાર બાલાસિનોરમાં રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે એક લગ્નનો વરઘોડો રાત્રે નીકળ્યો હતો. જે દરમિયાન એક પૂરપાટ ઝડપે જતી કાર ત્યાંથી પસાર થઇ હતી. જોકે કારની એટલી સ્પીડમાં હતી કે કોઇ કંઇ સમજે એ પહેલા જ કાર વરઘોડામાં ઘૂસી ગઇ હતી. એ સમયે વરઘોડામાં નાચતા જાનૈયાઓમાંથી 20થી વધુને કાર ચાલકે અડફેટે લીધા હતા.

અચાનક વરઘોડામાં કાર ધસી આવતા જાનૈયાઓમાં નાસભાગ મચી હતી. જાનૈયાઓ જીવ બચાવવા માટે ભાગ્યા હતા. અકસ્માતના પગલે અફરાતફરીનો મોહાલ સર્જાયો હતો. બનાવમાં ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. કારે અડફેટે લેતા એક મહિલાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે એકનું સારવાર દરમિયાન મોત થયું હતું.

અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. જેમાં જોઇ શકાય છેકે, એક સ્વિફ્ટ કાર પૂરપાટ ઝડપે વરઘોડામાં ઘૂસી જાય છે. અકસ્માતના પગલે લગ્ન પ્રસંગનો માહોલ માતમમાં ફેરવાયો હતો. બનાવ અંગે બાલાસિનોર પોલીસને જાણ કરવામાં આવતા બાલાસિનોર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.પોલીસે સીસીટીવીના આધારે આરોપી કારચાલકને ઝડપવાની તજવીજ શરૂ કરી છે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Button



जवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.