
વેકેશન માણવા ગુલમર્ગ આવી પહોંચ્યા શ્રી રાહુલ ગાંધી, સ્કી સ્લોપ્સનો આનંદ માણ્યો
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી બે દિવસ કાશ્મીરના ગુલમર્ગના પ્રવાસે છે. અહીં તેઓ સ્કીઈંગનો આનંદ માણતા નજરે આવ્યા હતા. થોડા સમય પહેલા જ ભારત જોડો યાત્રામાં તેઓ શ્રી નગર પહોંચ્યા હતા. ગુલમર્ગ જતાં પહેલા થોડી વાર માટે તેઓ તંગમર્ગ રોકાયા હતા અહીં તેમણે પત્રકારોના કોઈ પણ સવાલના જવાબ આપ્યાં ન હતાં અને ab2news ના પ્રતિનિધિને માત્ર નમસ્કાર કરી આગળ વધી ગયા હતા.
ગુલમર્ગમાં વેકેશન માણ્યું: ગુલમર્ગમાં રાહુલ ગાંધીએ ગોંડોલા કેબલ કારની સવારી પણ કરી અને પછી સ્કિઈંગ પણ કરી હતી. ત્યાં હાજર દરેક પ્રવાસીઓ સાથે તેમણે સેલ્ફી પણ આપી હતી. ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં રાહુલ ગાંધી બરફ પર સ્કિઈંગ કરતા નજરે આવી રહ્યા છે.
રાજ્ય કોંગ્રેસ સમિતિના સૂત્રોએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધી ખાનગી મુલાકાતે છે અને ખીણમાં એક ખાનગી કાર્યક્રમમાં હાજરી આપે તેવી શક્યતા છે. ગયા મહિને રાહુલ ગાંધીએ 12 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં 3,970 કિમીનું અંતર કાપીને કન્યાકુમારીથી કાશ્મીર સુધીની ભારત જોડો યાત્રાનું સમાપન કર્યું હતું.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button