રાજકોટ સિટી બસમાં મહિલા કંડકન્ટર બેભાન, પેસેન્જર ભરેલી બસ સિવિલ હોસ્પિટલ પહોંચી

રાજકોટમાં સિટીબસમાં ટિકિટ કાપતા મહિલા કંડકટરની તબિયત બહુમાળી નજીક લથડી હતી. તેમજ અચાનક તેઓ બેભાન થઇ ઢળી પડ્યા હતા.જે ને પગલે મુસાફરોની સહમતીથી ડ્રાઈવર દ્વારા આખી બસ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી. અને મહિલા કંડકટરને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આમ ડ્રાઇવર સહિત મુસાફરોની સતર્કતાથી મહિલા કંડકટરનો જીવ બચી જતા સૌ કોઈએ રાહતની લાગણી અનુભવી હતી.

આ બનાવ અંગે જાણવા મળતી વિગત મુજબ ઘંટેશ્વર SRP કેમ્પથી કોઠારીયા ચોકડી રૂટની બસ બહુમાળીની પાસે પહોંચતા બસમાં ટિકિટ કાપી રહેલા 20 વર્ષીય મહિલા કંડક્ટર છાયાબેન લીંબાણીની તબિયત અચાનક લથડી હતી અને તેઓ બેભાન થઈ ઢળી પડ્યા હતા. આ કપરા સમય વચ્ચે ડ્રાઈવરે સતર્કતા દાખવી હતી. અને બસમાં બેઠેલ મુસાફરોની સહમતી મેળવી એમ્બ્યુલન્સની રાહ જોવાને બદલે તરત જ આખી બસને સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી.

ડ્રાઇવર-મુસાફરોની સતર્કતાથી બચ્યો જીવ
ગણતરીની મિનિટોમાં આ બસ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચતા લોકોના ટોળેટોળા આ દ્રશ્યો જોવા ત્યાં ઉમટી પડ્યા હતા. મુસાફરો તેમજ સ્થાનિકો દ્વારા મહિલા કંડકટરને ઉંચકીને બહાર કાઢ્યા બાદ સ્ટ્રેચર આવતા જ તેમાં ઇમરજન્સી વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં હાલ તેમની તબિયત સુધારા ઉપર હોવાનું જાણવા મળી રહ્યું છે. આમ પ્રથમ વખત જ સિવિલ હોસ્પિટલમાં પેસેન્જર સાથે બસ લઇ જવાની સતર્કતા દાખવી બસના ડ્રાઈવર અને મુસાફરો દ્વારા મહિલા કંડકટરનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો.

પ્રાથમિક રીતે મળતી વિગતો મુજબ છાયાબેન લીંબાણી 15 દિવસ પહેલા જ નોકરીમાં જોડાયા હોવાનું જાણવા મળ્યું છે. સિવિલ હોસ્પિટલ ખાતે તબીબો દ્વારા તેઓના બ્લડપ્રેશર અને સુગર સહિતના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેનો રિપોર્ટ નોર્મલ આવતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. છાયાબેન સવારથી ભૂખ્યા હોવાને કારણે ચક્કર આવ્યા હોવાનું તેમજ હાલ તેમની તબિયત સુધારા પર હોવાનું હાલ જાણવા મળ્યું છે. સમગ્ર બનાવ અંગે લોકો ડ્રાઈવર અને મુસાફરોની સતર્કતાની પ્રશંસા કરી રહ્યા છે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Button



जवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.