મીન રાશિમાં શુક્રનું ભ્રમણ ___ પં. ડો. હિતેષ એ. મોઢા

૧૫ ફેબ્રુઆરીના દિવસે શુક્ર મીન રાશિમાં ભ્રમણ કરશે. આ રાશિમાં શુક્ર ઉચ્ચસ્થ સ્થાને વિરાજમાન થાય છે. આ ભ્રમણ વસંત ઋતુમાં જ આવે છે. અથવા વસંત ઋતુ ચાલતી હોય કે પૂર્ણ થવાંની હોય ત્યારે આ ભ્રમણ આવે છે.

સામાન્ય રીતે, આ મીન રાશિમાં શુક્રનું ભ્રમણ, શેર બજાર માટે લાભદાયી નીવડે છે. વૈધ રોકાણકાર વર્ષ અન્તરા કશું ન કમાયા હોય ત્યારે આ ભ્રમણ તેને પારાવાર અને મોટો લાભ કરાવે છે. આ એક જ્યોતિષશાસ્ત્રનું સત્ય છે. તેમ જુગારીઓ પણ આ સમયે માલામાલ થઈ જાય છે. સિવાય કે જેની કુંડલીમાં અસ્તનો શુક્ર કે મૃતાવસ્થાનો શુક્ર ન હોય તો. અગર જેની કુંડલીમાં શુક્ર વક્રી હોય તેવા જાતકો એ સુતરાઉ કાપડ, ફેશન એસેસરીઝ, બ્રાંડેડ ફેશન એસેસરીઝ, અંડર ગાર્મેટ્સ, પરફ્યુમ, ઉત્પાદન એવમ વિક્રય એકમના જાતકો માટે સરેરાશ રહે છે.

દરેક રાશિ અને નક્ષત્ર અનુસાર ફળકથન બહુ લાંબુ યાને ૨૭ +૧૨ લેખ જેટલું થાય છે. તો આપણે કેવળ મીન રાશિના શુક્ર ભ્રમણનું ફળ કથનની પરિચય યાત્રા કરીએ.

મીન રાશિમાં સૂર્ય હોય તો તલ, અન્ય ખાદ્ય + અખાદ્ય તેલ, ખાંડ ગોળ, રમ,સોનું, માં જાતક કમાય શકે છે.

મીન રાશિમાં ચંદ્ર હોય તો તેને સોનુ ચાંદી રૂથી દૂર રહેવું.

મીન રાશિમાં મંગળ હોય તો રૂ, કપાસ, ઘાસ, લાકડું, લાકડાની ઉત્પાદો,સોનું ચોપગા પશુ જાતક માટે લાભદાયી નીવડે છે. ચાંદીમાં લાંબી મંદી રહે છે, છેલ્લા વીકમાં તેજી જણાય છે, તેમ પ્રથમ સપ્તાહે તેજી અને પછી, મંદી, તો બજારની દિશા જાણી આગળ વધવું.

મીન રાશિમાં બુધ હોય તો આવા જાતકો ચડ- ઉતર રહે છે, જો બુધ પર શુભ ગ્રહની દ્રષ્ટિ હોય તો તમામ ચીજ વસ્તુ લાભ દાયી નીવડે છે.

મીન રાશિમાં ગુરુ હોય તો છ મહિના સુધી ૮૦ થી ૧૦૦ ટકા સુધી તેજી રહે છે. ઘી, તેલ ઘઉં ખાંડ ગોળ, અળદ મઠ, સોપારી, તમાકુ, નારિયેલ, કપૂર અને મીઠાની ઉત્પાદ અથવા સોડિયમ સંબંધિત રસાયણ. તેજીનો લાભ છ મહિના સુધી લઈ શકાય છે.

મીન રાશિમાં શુક્ર હોય તો એકલો શુક્ર હોય તો ચાંદી, અનાજ, તેલ ગોળ ખાંડમાં પ્રારંભમાં મંદી અને ત્યાર બાદ તેજી. અગર પાપ ગ્રહ યુતિમાં હોતાં જેમ કે મંગળ કે રાહુ હોય તો ચાંદીમાં ચાંદી હી. ફિલ્મ ઈંડ, નટ નટી માટે આ શુક્ર સરેરાશ રહે છે. લફરાઓ પણ સામે આવી શકે છે.

મીન રાશિમાં શનિ, રાહુ, કેતુ હોય તો અનાજ , કઠોળ, ઘી, તેલ ઘઉં ખાંડ ગોળ, નારિયેલ, ધાતુ, વગેરેમાં મંદી રહે છે, ત્યાર બાદ તેજી આવે છે.

રાશિ અનુસાર વૄષભ, કર્ક, સિંહ, કન્યા, તુલા અને મીન રાશિ માટે આ ભ્રમણ અતિ લાભદાયી નીવડે છે. કિંતુ પરંતુ બટ, પણ, એક શરતે, કે આ સમય ગાળામાં જાતક ધંધા વ્યવસાય, ઉદ્યોગ, માર્કેટિંગ, રોકાણનું યોગ્ય અને યોગ્ય દિશામાં રોકાણ કરે અથવા દિશા નક્કી કરીને આગળ વધે તો, પછી આખુ વર્ષ ધન વર્ષા અને આનંદ વર્ષા. અગર આ પાંચ રાશિના રોકાણકાર ન હોય તો પણ લકઝરી લાઈફ માણવા મળે છે, આ એક મહિનાના સમય ગાળામાં. !!!!! તેમ આત્મજ્ઞાન અને નાશવંત સ્વાદ, રસ ઋચિની ભીતર જવાનો માર્ગ પણ મળે છે.

જેની કુંડલીમાં સ્વગૃહી શુક્ર હોય તો તેને પારાવાર લાભ મળે છે. તેમ દ્વાદેશ કે અષ્ટમ, ષષ્ઠમ જેવા ત્રિક સ્થાનમાં સ્વગૃહી શુક્ર હોય તેના માટે આ ભ્રમણ અતિ અતિ અતિ લાભદાયી નીવડે છે.

જેની કુંડલીમાં શુક્ર એકલો જ હોય તથા દૂષિત થતો હોય, અથવા ત્રિક સ્થાનમાં નીચસ્થ થતો હોય, અને તેના પર અન્ય શુભ ગ્રહોનો દ્રષ્ટિ પ્રભાવ ન હોય તેવાં જાતકોએ કાળજી લેવી. તેમ રોગ સંબંધિત કાળજી લેવી, જેમાં મધુમેહ, તથા પ્રમેહ, તેમજ જનનાંગ, મૂત્ર સંસ્થાન સંબંધિત તમામ રોગો. થાઈલેંડ પ્રિય જાતકો અથવા કામવીરો એ પણ ખાસ કાળજી લેવી, અન્યથા એક વર્ષ આખેટ યાત્રા બંધ થઈ શકે તેવી સંભાવના. તેમ જુગાર અને શેર બજાર, વાયદા બજારથી દૂર રહેવું. નિઃસંતાન દંપતિ માટે આ શુક્ર ભ્રમણ લાભકારી નીવડે છે, જે નો કોઝ સ્ટરીલીટીઝના ભાવકો માટે આ ભ્રમણ અન્તરામાં આવતાં પુષ્ય નક્ષત્રમાં આયુર્વેદ + જ્યોતિષ (દૈવવ્યપાશ્રય) ચિકિત્સાનો પ્રારંભ કરવાંથી પારણું બંધાય જવાની પૂર્ણ સંભાવના !!! આવા ભાવકો માટે વૃષભ, તુલા મીનના નક્ષત્રોના મંદિરો તેમજ શુક્ર મંદિરના દર્શન, આસન પ્રદક્ષિણા, અતિ લાભદાયી નીવડે છે. પરંતુ આ તમામ મંદિરો વાસ્તુશાસ્ત્ર આધારીત નિર્મિત હોય તો.

ઉપસંહાર: આ ફળ કથનને અંતિમ સત્ય ન માનવું, વિશદ માર્ગદર્શન કે અભ્યાસ, જાણકારી માટે જાતકના જન્માક્ષર + વાર્ષિક જન્માક્ષરનો એવમ વાસ્તુનો અભ્યાસ પણ એટલો જ જરુરી હોય છે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.