
વુમન્સ પ્રીમિયર લીગ માટેનું ઓક્શન આજે 2:30 વાગે શરૂ થશે
આજથી ભારતમાં જ નહીં સમગ્ર વિશ્વમાં વુમન્સ ક્રિકેટ કાયમ માટે બદલાઈ જશે. એકથી વધુ રીતે આજે વુમન્સ ક્રિકેટ માટે ક્રાંતિનો દિવસ છે. આજે વુમન્સ પ્રીમિયર લીગ (Women’s Premier League)નું પ્રથમ ઓક્શન બપોરે 2:30 વાગે શરૂ થવાનું છે. આ ટૂર્નામેન્ટમાં 5 ટીમો છે: યુપી વોરિયર્સ, ગુજરાત જાયન્ટ્સ, મુંબઈ ઇન્ડિયન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સ. આ માટે 409 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. આમાંથી માત્ર 90 ખેલાડીઓની હરાજી થશે. એટલે કે એક ટીમમાં વધુમાં વધુ 18 ખેલાડીઓ હોઈ શકે છે.
આ હરાજીમાં ભારત સહિત 15 દેશોની ખેલાડીઓ સામેલ છે
આ હરાજીમાંથી ઘણી ખેલાડીઓને મોટી રકમ મળી શકે છે. BCCI આ લીગનું આયોજન કરી રહ્યું છે. આ લીગનું આયોજન 4 થી 26 માર્ચ દરમિયાન કરવામાં આવશે. ભારત સહિત ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા, વેસ્ટ ઈન્ડિઝ, શ્રીલંકા, બાંગ્લાદેશ, આયર્લેન્ડ, ઝિમ્બાબ્વેના ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જ્યારે આઠ ખેલાડીઓ એસોસિયેટ દેશો યુએઈ, હોંગકોંગ, થાઈલેન્ડ, નેધરલેન્ડ અને યુએસએના છે.

હરમન અને સ્મૃતિ માટે લાગી શકે છે સૌથી વધુ બોલી
આજના ઓક્શનમાં સૌથી વધુ કિંમત મેળવવા માટે ભારતીય કેપ્ટન હરમનપ્રીત કોર અને વાઇસ કેપ્ટન સ્મૃતિ મંધાના સૌથી વધુ ફેવરિટ છે. ઉલ્લેખનીય છે કે, આ બંને બિગ બેશ લીગમાં અગાઉ રમી ચૂકી છે અને ત્યાં પણ તેમણે પોતાની કુશળતા સાબિત કરી છે. હાલ બંને ભારતના જ નહીં, વિશ્વના શ્રેષ્ઠ ફિમેલ ક્રિકેટર્સમાં સામેલ છે.

વિમેન્સ પ્રીમિયર લીગની હરાજીમાં વુમન્સ ઓક્શનર હશે
આ પહેલીવાર હશે જ્યારે બીસીસીઆઈ દ્વારા આયોજિત હરાજી કોઈ મહિલા દ્વારા કરવામાં આવશે. મલ્લિકા અડવાણી મુંબઈની રહેવાસી છે. તે મુંબઈ સ્થિત આર્ટ કલેક્ટર કન્સલ્ટન્ટ અને ફર્મ આર્ટ ઈન્ડિયા કન્સલ્ટન્ટ્સમાં ભાગીદાર તરીકે કામ કરે છે.
મેજર પોઇન્ટ
- હરાજી માટે 1525 ખેલાડીઓએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું
- 409 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી જેમાં 246 ભારતીય અને 163 વિદેશી ખેલાડીઓનો સમાવેશ થાય છે.
- 202 કેપ્ડ અને 199 અનકેપ્ડ, એસોસિયેટ નેશન્સમાંથી 8 ખેલાડીઓ હરાજી માટે પસંદ કરવામાં આવ્યા છે
- 24 ખેલાડીઓની સૌથી વધુ બેઝ પ્રાઇસ 50 લાખ રૂપિયા છે, જેમાં 14 વિદેશી અને 10 ભારતીય છે. તેમાં હરમનપ્રીત કૌર, મંધાના, દીપ્તિ શર્મા, શફાલી વર્મા, એલિસા હીલી, એલિસ પેરી, સોફી એક્લેસ્ટોન, સોફી ડેવાઇન અને ડિઆન્દ્રા ડોટિનનો સમાવેશ થાય છે.હરાજી આ રીતે થશે
- હરાજીમાં ખેલાડીઓ ખરીદવા માટે દરેક ટીમ પાસે 12 કરોડ રૂપિયા હશે
- 30 વિદેશી ખેલાડીઓ સાથે વધુમાં વધુ 90 ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે.
- એક ફ્રેન્ચાઇઝી 18 ખેલાડીઓથી પોતાની ટીમ બનાવી શકે છે. આમાં 12 ભારતીય અને છ વિદેશી ખેલાડીઓ હશે.
- પ્લેઈંગ ઈલેવનમાં 5 જેટલા વિદેશી ખેલાડીઓનો સમાવેશ કરી શકાય છે પરંતુ પાંચમો વિદેશી ખેલાડી કોઈ સહયોગી(એસોસિએટ) દેશનો હોવો જોઈએ.
- ભારતની 41 વર્ષીય લતિકા કુમારી આ હરાજીમાં સૌથી મોટી ઉંમરની ખેલાડી છે.
- 3 ખેલાડીઓ શબનમ, સોનમ યાદવ અને વિન્ની સુજન 15 વર્ષના છે અને હરાજીમાં સૌથી નાની ઉંમરના ખેલાડી છે.
- કુલ 22 મેચો રમાશે.
- 409 ખેલાડીઓએ તેમની બેસ પ્રાઇસ 50, 40, 30, 20 અને 10 લાખ નક્કી કરી છે
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button