
વડોદરામાં પૂરપાટ ઝડપે જતી કારે ટક્કર મારતા એક્ટિવા સવાર સિક્યોરિટી ગાર્ડનું મોત
વડોદરા નજીક ગત રાત્રે અકસ્માતની ઘટના બની હતી. નેશનવ હાઇવે 08 પર આવેલી L&T કંપની સામે અજાણ્યા કાર ચાલકે એક્ટિવા સવાર આધેડને અડફેટે લીધા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત આધેડનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આધેડ ડવડેક કંપનીમાં સિક્યોરિટી ગાર્ડ હોવાની વિગતો છે. બનાવની જાણ થતાં બાપોદ પોલીસ પહોંચી હતી અને કાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, કપુરાઈ ચોકડી પાસે આવેલા કાન્હા આઇકોનમાં રહેતા 53 વર્ષીય ભરતભાઈ ઠક્કર ડવડેક કંપનીમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા. ગઇકાલે રાત્રે ભરતભાઈ એક્ટિવા લઇને ડ્યૂટી પર જઇ રહ્યાં હતા. જે દરમિયાન નેશનલ હાઈવે પર L&T કંપની સામે વાઘોડિયા ચોકડીથી આજવા ચોકડી વચ્ચેના રોડમાં પૂરપાટ ઝડપે આવતી કારે તેમના એક્ટિવાને પાછળથી ટક્કર મારી હતી. જેથી ભરતભાઈ એક્ટિવા પરથી નીચે પટકાયા હતા અને તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા ઘટનાસ્થળેજ તેમનું મોત નીપજ્યું હતું.
બનાવ અંગે મૃતક ભરતભાઈના પુત્રએ બાપોદ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે બાપોદ પોલીસે અજાણ્યા કાર ચાલકને ઝડપી પાડવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button