13 ફેબ્રુઆરી વિશ્વ રેડિયો દિવસ

  • આવો જાણીએ રેડિયોનું કલ આજ ઔર કલ, સંકલન અને માહિતી (સોર્સ) ‘SARAS’ આપણું ગામ

સેટેલાઈટ રેડિયો, સામુદાયિક રેડિયો, બ્રોડબેન્ડ રેડિયો, કેમ્પસ રેડિયો, એફ.એમ. રેડિયો, એ.એમ રેડિયોના રૂપે આજે રેડિયો આપણને મનોરંજન, શિક્ષણ અને માહિતી આપતું સરળ અને સુલભ, શ્રાવ્ય માધ્યમ બની ગયું છે.

શિક્ષણના પ્રચાર, અભિવ્યક્તિની સ્વતંત્રતા, સાર્વજનિક ચર્ચા અને અન્ય સમાજ ઉપયોગી કાર્યોમાં રેડિયોની ભૂમિકા અદભૂત રહી છે. જેને લોકો સમક્ષ લઈ જવા સંયુક્ત રાષ્ટ્ર સંઘ શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંગઠને પહેલી વાર ૧૩ ફેબ્રુઆરી ૨૦૧૨ ના રોજ વિશ્વ રેડિયો દિવસ ઊજવ્યો અને ત્યારબાદ દર વર્ષે ૧૩ ફેબ્રુઆરીના રોજ વિશ્વમાં રેડીયો દિવસની ઉજવણી શરૂ થઈ.

૧૩ ફેબ્રુઆરી એટલે ‘સંયુક્ત રાષ્ટ્ર રેડિયો’ ની જન્મતારીખ. આ દિવસે જ વર્ષ ૧૯૪૬ માં સંયુક્ત રાષ્ટ્ર રેડિયોની શરૂઆત થઈ હતી. માટે આ દિવસની ખાસ પસંદગી સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કરવામાં આવી છે.

વર્ષ ૧૯૦૦ માં ગુલ્યેલ્મો માર્કોનીએ રેડિયો સંદેશ મોકલવામાં સફળતા મેળવી લીધી હતી. તેણે સૌપ્રથમ એક વ્યક્તિગત રેડિયો સંદેશ ઇંગ્લૅન્ડથી અમેરિકા મોકલવામાં સફળતા મેળવી. કોઈ પણ તાર વગર (વાયરલેસ) ખૂબ લાંબા અંતરે સંદેશો મોકલવાની શરૂઆત માર્કોનીએ કરી હતી. ત્યારબાદ ૨૪ ડિસેમ્બર ૧૯૦૬ ની એક સુંવાળી સાંજે કેનેડાના વિજ્ઞાની રેગિનાલ્ડ હેસેન્ડેને જ્યારે પોતાનું વાયોલિન વગાડ્યું ત્યારે એટલાન્ટિક મહાસાગરમાં તરતાં તમામ જહાજોના રેડિયો ઓપરેટરોએ વાયોલિનના સૂર પોતાના રેડિયો સેટ પર સાંભળ્યા.

આમ માર્કોની અને રેગિનાલ્ડના આ સફળ પ્રયોગ પછી રેડિયો પ્રસારણના ક્રાંતિકારી પ્રયોગો શરૂ થયા. ૧૯૨૦ માં નૌસેનાના રેડિયો વિભાગના નિવૃત્ત ફ્રેક કૉનાર્ડે રેડિયો સ્ટેશન શરૂ કરવાની પરવાનગી મળી. રેડિયો સ્ટેશન શરૂ કરવાની મંજૂરી મળી હોય તેવો આ દુનિયાનો પહેલો વ્યક્તિ હતો. પછી થોડાંક જ વર્ષોમાં દુનિયાભરમાં સેંકડો રેડિયો સ્ટેશન ખૂલી ગયાં.

જૂન ૧૯૨૩ માં ભારતમાં ‘રેડિયો ક્લબ ઓફ બોમ્બે’ નામનું પહેલું અને ખાનગી રેડિયો પ્રસાર શરૂ થયું. તેના પાંચ જ મહિના બાદ નવેમ્બર ૧૯૨૩ માં ‘કલકત્તા રેડિયો ક્લબ’ની સ્થાપના થઈ. આ પણ એક ખાનગી રેડિયો ક્લબ હતું. ૨૩ જુલાઈ ૧૯૨૭ ના રોજ ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ કંપનીની શરૂઆત થઈ જે ત્રણ વર્ષ બાદ ‘ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ સેવા’માં રૂપાંતરિત થઈ. ઑગસ્ટ ૧૯૩૫ માં લિયોનેલ ફીલ્ડેનને ભારતના પ્રથમ પ્રસારણ નિયંત્રક બનાવવામાં આવ્યા.
મહત્વની વાત એ છે કે ૧૯૩૫ પછી આકાશવાણીની એન્ટ્રી થઈ. સપ્ટેમ્બર ૧૯૩૫ ના રોજ મૈસૂરમાં શ્રી એમ.બી. ગોપાલાસ્વામીએ “આકાશવાણી નામનું ખાનગી રેડિયો સ્ટેશન શરૂ કર્યું હતું. જો કે તેના એક જ વર્ષ પછી ૮ જૂન ૧૯૩૬ ના રોજ બધા જ સરકારી, ખાનગી પ્રસારકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું અને “ઑલ ઇન્ડિયા રેડિયોની સ્થાપના કરવામાં આવી.

સ્વતંત્રતા પછી ૧૯૫૬ માં ‘ઑલ ઇન્ડિયા રેડિયો’ નું નામ બદલીને “આકાશવાણી રાખવામાં આવ્યું અને તે એક રાષ્ટ્રીય પ્રસારણ માધ્યમના રૂપે બહાર આવ્યું. રેડિયો નાટકો, કવિ સંમેલન, વાર્તાલક્ષી જુદા જુદા વિષયો પરના ફીયર, લોકગીતો, ગ્રામ્યલક્ષી કાર્યક્રમો, હવામાન સમાચાર જેવા ઘણા વૈવિધ્યપૂર્ણ કાર્યક્રમો ઓલ ઇન્ડિયા પર પ્રસારિત થવા લાગ્યા. જૂનાં ફિલ્મી ગીતો અને ક્રિકેટની કોમેન્ટરી સાંભળવા લોકોનો જુસ્સો અને ઉત્સાહ વધવા લાગ્યો.

રેડિયોની ઓળખ ક્રિકેટ કોમેન્ટરી અને જૂનાં ગીતોથી થવા લાગી. પાડોશી દેશ શ્રીલંકાએ પણ રેડિયો સિલોન થી ભારતીય જનતાના માનસપટ પર રાજ કર્યું તેના અત્યંત લોકપ્રિય કાર્યક્રમ ‘બિનાકા ગીતમાલા’થી અમીન સાયાની તેના બ્રાન્ડ બની ગયા.તેમનો અવાજ જ તેમની ઓળખ બની ગઈ.

રેડિયો સીલોનને ટક્કર આપવા જ ભારતમાં ‘વિવિધ ભારતી’ની શરૂ આત થઈ. ગુજરાત રાજયમાં સૌ પ્રથમ વડોદરા ખાતે રાજવી ગાયકવાડ પરિવાર દ્વારા ૧૯૩૯ માં રેડિયો સ્ટેશન શરૂ કરાયું. જે આઝાદી બાદ સરકારશ્રીને સોપી દિધેલ ૧૯૪૯ માં અમદાવાદમાં રેડિયો સ્ટેશન શુભારંભ કરાયો જ્યારે રાજયનાં ત્રીજા રેડિયો સ્ટેશનની ૧૯૫૫ માં રાજકોટ કેન્દ્રની શરૂઆત થઈ.
જે સમયમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રના લોકો માટે મનોરંજનનું કોઇ સાધન ન હતું તેવા વખતમાં 4 જાન્યુઆરી ૧૯૫૫ માં પદ્મશ્રી દુલા ભાયા કાગ, જયમલ્લભાઇ પરમાર અને તત્કાલિન મુખ્યમંત્રી શ્રી ઉછરંગરાય ઢેબરના અનેક પ્રયાસોથી રાજકોટ આકાશવાણી કેન્દ્રનો પ્રારંભ થયો હતો.

રાજકોટ ખાતે રેડિયો સ્ટેશનની સ્થાપનાએ સૌરાષ્ટ્ર માટે સુવર્ણ પ્રભાત સમાન બની રહી હતી. રાજકોટ ખાતે ૧ કિલો વોટના ટ્રાન્સમિટર વડે પ્રસારણ શરૂ થયું. ત્યારબાદ સરહદી વિસ્તારને ધ્યાને લઇને ૧૩ જુલાઇ ૧૯૮૭ માં ૩૦૦ કિલો વોટ અને મીડિયમ વેવ પ્રસારણની સવલત પ્રાપ્ત કરાવાઇ, જેના દ્વારા માહિતી, મનોરંજન, શિક્ષણના વિવિધ પ્રોગામનું પ્રસારણ કરવામાં આવે છે.

લોકો મન ભરીને રેડિયો સાંભળતા. વર્ષ ૧૯૪૦ થી ૧૯૭૦ માં જે જૂનાં ગીતો રેડિયો પર પ્રસારિત પૉપ થી લઈને ફોલ્ક સુધીના ગીતો આજે અમર ગીતોની યાદીમાં આવે છે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Button



जवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.