
ગદરનો ‘તારા સિંહ’ બન્યો અબ્દુ રોજિક, કહ્યું- હિન્દુસ્તાન ઝિંદાબાદ થા
રવિવારના રોજ બિગ બોસ સિઝન 16ના ફિનાલેમાં એમસી સ્ટેને તરીકે શોને પોતાનો વિનર મળી ગયો છે. શોના ફિનાલેમાં ટોચના પાંચ સભ્યો વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી. આખરે એમસી સ્ટેને તમામને હરાવીને આ જીત મેળવી છે.
બિગ બોસ સિઝન 16ના ફિનાલેમાં ગદર ફિલ્મના સ્ટાર્સ સની દેઓલ અને અમીષા પટેલ પણ પહોંચ્યા હતા. જેમની સાથે સિંગર અને ઇન્ટરનેટ સેન્સેશન અબ્દુ રોજિકે ખૂબ જ મસ્તી કરી હતી. અબ્દુ રોજિક બિગ બોસ 16નો સૌથી વધુ પ્રિય સ્પર્ધક રહ્યો છે. લોકો તેની ક્યૂટનેસના દિવાના છે. તે ટોપ 5માં જગ્યા બનાવી શક્યો ન હતો. તેના કારણે તેને ફેન્સ પણ તેને ખૂબ મિસ કરી રહ્યા હતા. જો કે, તે શોના ગ્રાન્ડ ફિનાલેમાં પહોંચતા તેના ફેન્સમાં ઘણા ખુશ જોવા મળ્યા હતા.
બિગ બોસ સિઝન 16ના ફિનાલેમાં અબ્દુ રોજિક ગદરમાં સની દેઓલના પાત્ર તારા સિંહ તરીકે જોવા મળ્યો હતો. ગદર અભિનેત્રી અમીષા પટેલ પણ ફિનાલેમાં જોવા મળી હતી. એક વીડિયો વાયરલ થઇ રહ્યો જેમાં અબ્દુ ગદર ફિલ્મના કેટલાક ફેમસ ડાયલોગ બોલતો જોવા મળ્યો હતો. સલમાન ખાન પણ તેની સાથે સ્ટેજ પર મસ્તી કરતો જોવા મળી રહ્યો છે.
હાલ આ વીડિયો ટ્રેન્ડમાં છે. અબ્દુએ ફિલ્મ ગદરનો ફેમસ ડાયલોગ હિન્દુસ્તાન ઝિંદાબાદ થા, ઝિંદાબાદ હૈ…ઝિંદાબાદ રહેગા! બોલ્યો હતો. એક વીડિયોમાં તે ગીત ‘મૈં નિકલા ગડ્ડી લેકે’ માં ડાન્સ કરતો જોવા મળ્યો હતો. અબ્દુએ કહ્યું, “મેં છોટા તારા સકીના માટે કંઈક લાવ્યો છું.” ભેટ તરીકે અબ્દુએ અમીષાને તાજમહેલનો શોપીસ આપ્યો હતો.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button