
આગામી 24 કલાકમાં આ રાજ્યોમાં પડી શકે છે વરસાદ
ઉત્તર ભારતના મેદાની વિસ્તારમાં તાપમાન (IMD Alert) ઝડપથી વધી રહ્યું છે. શિયાળો ખતમ થવાને આરે છે. ફેબ્રુઆરીમાંજ દિલ્હીમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી નજીક પહોંચી ગયું છે. તો વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સના કારણે પશ્ચિમી હિમાલયી વિસ્તારમાં બરફવર્ષા અને વરસાદનો દૌર યથાવત છે. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં પહાડી રાજ્યોમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડશે તેવી શક્યતા વ્યક્ત કરી છે.
છેલ્લાં 24 કલાકમાં હવામાન વિભાગની વાત કરીએ તો જમ્મુ કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ-બાલ્તિસ્તાન, હિમાચલ પ્રદેશમાં સામાન્યથી મધ્યમ વરસાદ અને બરફવર્ષા થઈ શકે છે. આ ઉપરાંત અરુણાચલ પ્રદેશના કેટલાંક વિસ્તારો, ઉત્તાકંડ અને સિક્કિમમાં પણ વરસાદ પડી શકે છે. આસામ, હરિયાણા અને આંદામાન નિકોબાર, મેઘાલય જેવા રાજ્યોમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. હિમાચલ પ્રદેશના મનાલી અને કલ્પામાં બે સેન્ટીમીટરનો વરસાદો નોંધાયો, તો જમ્મુ કાશ્મીરમાં એક સેન્ટીમીટર વરસાદ પડ્યો છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 24 કલાકમાં જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પંજાબ, લદ્દાખના કેટલાંક વિસ્તારમાં સામાન્ય વરસાદની શક્યતા છે. તો હિમાચલ પ્રદેશમાં વરસાદ પછી આગામી ચાર દિવસ સુધી હવામાન શુષ્ક રહેશે. અરુણાચલ પ્રદેશના કેટલાંક સ્થાનો પર આગામી બે દિવસ સુધી સામાન્ય વરસાદ પડી શકે છે.તો બાદમાં ફરી ત્રણ દિવસ સુધી કેટલાંક વિસ્તારમાં વરસાદ પડી શકે છે. પંજાબ, બંગાળ, સિક્કિમમાં સવારે ધુમ્મસવાળું વાતાવરણ જોવા મળશે. ગુજરાતમાં દરિયા કાંઠાના વિસ્તારમાં 40થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાય શકે છે.
હિમાચલ પ્રદેશના ઉંચાઈવાળા વિસ્તારમાં હિમવર્ષા
હિમાચલ પ્રદેશના કુલ્લા,લાહૌલ સ્પીતિ, કિન્નૌર અને શિમલા જિલ્લાના ઉંચાઈવાળા વિસ્તારમાં શનિવારે ફરીથી હિમવર્ષા થઈ, જ્યારે રાજ્યના મધ્ય અને નીચલા વિસ્તારમાં સામાન્ય વરસાદ થયો. હિમવર્ષાના કારણે ત્રણ રાષ્ટ્રીય રાજમાર્ગો સહિત કુલ 216 સડકો પર વાહનવ્યવહાર બંધ થઈ ગયો છે. લાહૌલ સ્પીતિમાં સૌથી વધુ 119, કિન્નૌરમાં 31, ચંબામાં 19, કુલ્લુમાં 9, મંડીમાં 6, કાંગડામાં બે અને શિમલા જિલ્લામાં એક સડક પર વાહનવ્યવહાર બંધ છે. હવામાન વિભાગ મુજબ કોઠીમાં 20 સેન્ટીમીટર, કલ્પામાં 17 સેન્ટીમીટર, ગોંડલામાં 13.5 સેન્ટીમીટર, કુકુમસેરીમાં 5 સેન્ટીમીટર જ્યારે રાજ્યની રાજધાની શિમલાના ઉપનગર કુફરીમાં પણ હિમવર્ષા થઈ છે.
રાજસ્થાનમાં તાપમાનમાં ઉતાર-ચઢાવ યથાવત રહી શકે છે
રાજસ્થાનમાં આગામી સપ્તાહમાં તાપમાનમાં ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં સૌથી વધુ તાપમાન કોટામાં 34.8 ડિગ્રી નોંધાયું. હવામાન વિભાગ મુજબ રાજ્યમાં આગામી એક સપ્તાહ હવામાન સુકું રહેશે. તો આગામી 48 કલાકમાં એક વખત ફરી ઉત્તરી હવાઓના પ્રભાવથી ન્યૂતમ તાપમાનમાં 3થી 5 ડિગ્રીનો ઘટાડો જોવા મળી શકે છે. જે બાદ 14-15 ફેબ્રુઆરીથી તાપમાનમાં ફરી વધારો થશે.
પંજાબ-હરિયાણામાં ન્યૂનતમ તાપમાન સામાન્યથી ઉપર રહ્યું
પંજાબ અને હરિયાણાના વિભિન્ન વિસ્તારોમાં શનિવારે ન્યૂનતમ તાપમાન સામાન્ય સ્તરથી ઉપર રહ્યું. ચંડીગઢમાં હવામાન વિભાગના એક રિપોર્ટ મુજબ પંજાબના લુધિયાણામાં તાપમાન સામાન્યથી ત્રણ ડિગ્રી ઉપર 11.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. જ્યારે અમૃતસરમાં ન્યૂનતમ તાપમાન 6.6 ડિગ્રી સેલ્સિયસ રહ્યું. પટિયાલામાં ન્યૂનતમ તાપમાન સામાન્યથી ત્રણ ડિગ્રી ઉપર 12.2 ડિગ્રી સેલ્સિયસ રહ્યું, જ્યારે પઠાનકોટમાં 11.1 ડિગ્રી સેલ્સિયસ ન્યૂનતમ તાપમાન નોંધાયું. ભઠિંડા, ફરીદકોટ અને ગુરદાસપુરમાં ન્યૂનતમ તાપમાન 8થી 12 ડિગ્રી સેલ્સિયસ રહ્યું. જ્યારે પંજાબ-હરિયાણાના પાટનગર ચંદીગઢમાં તાપમાન 13.5 ડિગ્રી, હરિયાણાના અંબાલામાં 14 ડિગ્રી, હિસારમાં 11.2 ડિગ્રી, કરનાલમાં 11.6, નારનૌલમાં 14.5, ભિવાનીમાં 12.6 અને સિરસામાં ન્યૂનતમ તાપમાન 10.6 ડિગ્રી સેલ્સિયસ રહ્યું.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button