
પોરબંદરમાં લોકઅદાલત યોજાઈ, પ્રિન્સિપાલ જજશ્રી આર. ટી. પાંચાલની વિશેષ ઉપસ્થિતિ
માનનીય ગુજરાત હાઇકોર્ટનાં દિશાનિર્દેશ અને જિલ્લામાં નાના નાના કેસોના ભરાવા નો નિકાલ લાવવાના ઉદેશ્ય સાથે પોરબંદર જિલ્લા પ્રિન્સિપાલ જજશ્રી આર. ટી. પાંચાલ સાહેબની રાહબરીમાં જિલ્લા અદાલતની લાયબ્રેરી અને વકીલ રૂમમાં આજરોજ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. લોક અદાલતની કામગીરી સવારે દસ કલાકે આરંભ થઈ હતી, લોક અદાલતમાં સામેલ વિભાગોની સ્થળ મુલાકાત પ્રિન્સિપાલ જજશ્રી પાંચાલ સાહેબે લીધી હતી. જેમાં બાર એસોસીએશનના પ્રમુખ, પીજીવીસીએલના અધિકારી, બેન્ક અધિકારીઓ અને ઇ-મેમો ના અધિકારી સામેલ રહ્યા હતાં.
પોરબંદર જિલ્લા અદાલતમાં કેસોના ભરાવાના નિકાલ હેતુ અને સમાધાનથી નીપટી શકે તેવા કેસો માટે લોક અદાલતના આયોજનમાં સામેલ અધિકારી ગણમાં પ્રિન્સિપાલ જજશ્રી આર.ટી. પાંચાલ સાહેબ, પીજીવીસીએલમાંથી શ્રી આર. એમ. જોશી નાયબ ઈજનેર (ઇચા), શ્રી આર.વી. મોઢવાડીયા, કેનેરાબેંકમાંથી શ્રી રામેશ્વરલાલ ચૌધરી બ્રાન્ચ મેનેજર કેનરાબેંક, શ્રી અનીલ કુમાર રીકવરી ઓફિસર રાજકોટ, સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયામાંથી શ્રી વિક્રાંત ગૌતમ ચીફ મેનેજર, શ્રી સતિષકુમાર સિનિયર મેનેજર, જનાબ શેખ મોહમ્મદ શેખ સિનિયર મેનેજર. બેન્ક ઓફ બરોડામાંથી બ્રાન્ચ મેનેજર શ્રી રાજીવ રંજન, શ્રી સંજય જોશી, શ્રી મૈનાક ગુપ્તા બ્રાન્ચ મેનેજર, સ્ટેક બેન્ક ઓફ ઇન્ડિયામાંથી શ્રી નિશાંત શાહ ચીફ મેનેજર, શ્રી ભાનુપ્રતાપ સિંહ ચીફ મેનેજર, ઇમેમો પોલીસમાંથી પીએસઆઇ શ્રી પીઆર પટેલ, પોકો. ભરતભાઈ વાઢેર, બેન્ક ઓફ ઇન્ડિયામાંથી શ્રી ધર્મેશ ચૌહાણ ચીફ મેનેજર, સોઢાણા બ્રાન્ચ મેનેજર શ્રી નાગાજણ કડછા, મોઢવાડા બ્રાન્ચ મેનેજર શ્રી શ્યામ ગૌરવ, શ્રી અંબર શ્રીવાસ્તવ ક્રેડિટ મેનેજર, શ્રી બ્રિજેશ વ્યાસ ક્રેડિટ ઓફિસર, બાર એસોસીએશનમાંથી પ્રમુખશ્રી હરભમભાઇ ચુડાવદરા, સેક્રેટરીશ્રી દીપકભાઈ સાદીયા સામેલ રહ્યા હતાં, કામકાજ દરમ્યાન રાઉન્ડમાં નીકળેલા પ્રિન્સિપાલ જજશ્રી પાંચાલ સાહેબે આ તકે વિવિધ બેન્ક અને એજન્સીઓમાં આવેલા અધિકારીઓને જણાવ્યું હતું કે ગ્રાહકો પરત્વે ઉદ્દાર મન રાખીને કેસોનો કાયમી નિકાલ કરવાનો આગ્રહ વ્યક્ત કર્યો હતો
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button