કહાની જૈન બહેનોની, જેમણે એક સાથે UPSC પરીક્ષા

UPSC સિવિલ સર્વિસ પરીક્ષાને સૌથી અઘરી પરીક્ષાઓમાંથી એક માનવામાં આવે છે અને આ માટે વિદ્યાર્થીઓએ સખત મહેનત કરવી પડે છે, પરંતુ કેટલાક વિદ્યાર્થીઓ સરળતાથી સફળતા મેળવી લે છે. આવી જ કહાની દિલ્હીના રહેવાસી અંકિતા જૈન અને તેમની બહેન વૈશાલી જૈનની છે, જેમણે એક નોટ્સમાંથી અભ્યાસ કરીને IAS ઓફિસર બનવાનું સપનું પૂરું કર્યું. અંકિતા જૈન અને તેમની નાની બહેન વૈશાલી જૈને એક સાથે અભ્યાસ કર્યો અને સાથે જ યુપીએસની પરીક્ષા (UPSC Exam) આપી હતી. બંને બહેનોને એકસાથે સફળતા મળી અને બંને IAS ઓફિસર બની ગઈ. સિવિલ સર્વિસ પરીક્ષા 2020માં અંકિતા જૈને ત્રીજું સ્થાન મેળવ્યું, જ્યારે વૈશાલી જૈનને 21મો રેન્ક મળ્યો.

જુલાઈ 2021માં થયા હતા લગ્ન
દિલ્હીના રહેવાસી અંકિતા જૈને UPSC પરીક્ષા 2020માં ત્રીજો રેન્ક મેળવ્યો છે. અંકિતા જૈને જુલાઈ 2021માં ડિફેન્સ એસ્ટેટના રહેવાસી ડૉ. સવિતા ત્યાગી અને ડૉ. રાકેશ ત્યાગીના પુત્ર અભિનવ ત્યાગી સાથે લગ્ન કર્યા છે. અભિનવ ત્યાગી IPS અધિકારી છે.

નોકરી મૂકીને UPSCની તૈયારી કરી
અંકિતા જૈને ધોરણ 12 પાસ કર્યા બાદ દિલ્હી ટેક્નોલોજીકલ યુનિવર્સિટીમાંથી કોમ્પ્યુટર સાયન્સમાં B.Tech પાસ કર્યું છે. તેઓ એક ખાનગી કંપનીમાં પણ નોકરી કરતા હતા. જોકે, બાદમાં નોકરી છોડીને UPSC પરીક્ષાની તૈયારી કરવા લાગ્યા હતા.

ચોથા પ્રયાસમાં મળ્વોય ત્રીજો રેન્ક
અંકિતા જૈને વર્ષ 2018માં UPSCની પરીક્ષા પાસ કરી હતી, ત્યારે તેમની પસંદગી ઇન્ડિયન ઓડિટ એન્ડ એકાઉન્ટ્સ સર્વિસ માટે કરવામાં આવી હતી. જે બાદ પણ તેમણે પરીક્ષાની તૈયારી ચાલુ રાખી હતી, વર્ષ 2021માં તેમણે ચોથા પ્રયાસમાં UPSC સિવિલ સર્વિસ પરીક્ષામાં ત્રીજો રેન્ક મેળવ્યો.

નાની બહેન વૈશાલી જૈન પણ છે IAS ઓફિસર
UPSC પરીક્ષાનું પરિણામ અંકિતા જૈન અને તેમના પરિવાર માટે બેવડી ખુશી લઈને આવ્યું, કારણ કે તેમની નાની બહેન વૈશાલી જૈને પણ IAS પરીક્ષા પાસ કરી. વૈશાલી જૈને CSEમાં 21મો રેન્ક મેળવ્યો હતો. બંને બહેનોએ એક જ નોટ્સથી અભ્યાસ કર્યો છે.

રક્ષા મંત્રાલયમાં છે IES અધિકારી
મોટી બહેનની જેમ નાની બહેન વૈશાલી પણ અભ્યાસમાં હોનહાર છે. હાલમાં વૈશાલી જૈન રક્ષા મંત્રાલય હેઠળ IES અધિકારી છે. તેણીએ પણ IAS બનવાના પ્રયત્નો ચાલુ રાખ્યા અને તેઓ સફળ રહી.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Button



जवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.