
જંત્રીને લઈને રાજ્ય સરકારનો મોટો નિર્ણય
રાજ્ય સરકારે તાજેતરમાં જંત્રીમાં વધારો કર્યો હતો. જેમાં સરકારે હવે રાહત આપી છે. જે જંત્રી વધારો 5મી ફેબ્રુઆરીથી અમલી મૂકવાનો હતો તે હવે એપ્રિલ સુધી મોકૂફ રાખવામાં આવ્યો છે. ગુજરાતમાં 12 વર્ષ બાદ જંત્રીના ભાવમાં વધારો કરીને હાલના ભાવથી બમણા કરવામાં આવ્યાં હતા. આ અંગેને મહેસૂલ વિભાગનો પરિપત્ર પણ જાહેર કરી દેવામાં આવ્યો હતો. જોકે હવે આ જંત્રી વધારો એપ્રિલમાં અમલી કરાશે.
બિલ્ડર્સે રાજ્ય સરકારના નિર્ણયને આવકાર્યો
જંત્રીમાં વધારાના કારણે બિલ્ડર્સમાં નિરાશા વ્યાપી હતી. જોકે સરકારે આજે જંત્રી વધારો મોકૂફ રખાતા બિલ્ડર્સે હાશકારો લીધો છે અને સરકારના આ નિર્ણયને આવકાર્યો છે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button