
રિસેપ્શનમાં કેઝ્યુઅલ લુક જોવા મળ્યા સિદ્ધાર્થ-કિયારા
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી 7 ફેબ્રુઆરીના રોજ લગ્નના બંધનમાં બંધાઇ ચૂક્યા છે. બંનેએ પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં રાજસ્થાનના જેસલમેરમાં સૂર્યગઢ પેલેસમાં લગ્ન કર્યા હતા. હવે તેમણે દિલ્હીમાં પોતાના મિત્રો અને સંબંધીઓ માટે રિસેપ્શન પાર્ટીનું આયોજન કર્યું હતું. દિલ્હીમાં યોજાયેલા કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાની રિસેપ્શન પાર્ટીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
સિદ્ધાર્થ-કિયારાના દિલ્હી રિસેપ્શનની તસવીરો સામે આવી છે. આ એક પ્રાઈવેટ પાર્ટી હતી, જેમાં માત્ર તેના નજીકના મિત્રો અને પરિવારના સભ્યો જ હાજર હતા. દંપતીએ આફ્ટર પાર્ટી માટે કેઝ્યુઅલ લુક પસંદ કર્યો. સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલી આ તસવીરોમાં જોઇ શકાય છે કે, સિદ્ધાર્થ મલ્હોત્રાએ ડેનિમ્સ અને ટી-શર્ટમાં કેઝ્યુઅલ લુક પસંદ કર્યો હતો. જ્યારે, કિયારા અડવાણીએ ફ્યુશિયા પિંક દુપટ્ટા સાથે સિમ્પલ વ્હાઇટ સલવાર સૂટ પહેર્યો હતો. તેણીએ સિંદૂર અને મંગળસૂત્ર સાથે ગુલાબી બંગડીઓ પહેરી હતી.

રાજસ્થાનના જેસલમેરમાં લગ્ન બાદ બંને 8 ફેબ્રુઆરીએ દિલ્હી જવા રવાના થયા હતા. બંનેનું પહેલું રિસેપ્શન 9 ફેબ્રુઆરીના રોજ દિલ્હીમાં યોજાયું હતું. દિલ્હીમાં રિસેપ્શન બાદ સિદ્ધાર્થ અને કિયારા હવે મુંબઈ રિસેપ્શનની તૈયારીમાં વ્યસ્ત છે. મુંબઈમાં 12 ફેબ્રુઆરીના રોજ સિદ્ધાર્થ અને કિયારાનું રિસેપ્શન સાઉથ બોમ્બે વિસ્તારની સેન્ટ રેજીસ હોટેલમાં યોજાશે. આ રિસેપ્શનમાં ઇન્ડસ્ટ્રીના તેમના સાથીદારો હાજરી આપે તેવી શક્યતા છે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button